SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ખેડી ગુજારે ચલાવતા. બધા ખેડુતો સાથે મળી સીમની બધી જમીન ખેડતા, અને ઉપજ વહેચી લેતા. ઘેટાં માટે ચરો રાખવામાં આવતા, અને હુક્કર જંગલમાં ચરતાં. ડેન લેકે આવ્યા પછી ગામડાંમાં સરદારે ધણી થઈ પડયા. તેઓ ખેડુતોને ખેડવા માટે જમીન આપે, અને પોતાની જમીન તેમની પાસે ખેડાવે. કોઈ ખેડુત નિર્વશ મરણ પામે તો તેની જમીન સરદાર લઈ લેતે, એટલે તેની જાગીરમાં વધારે થતું. સરદારો પોતાની જાગીરમાં શાકતરકારી વાવતા; ફૂલઝાડ ઉછેરતા, અને ધાન્ય પકવતા; તેમાં દરેક ખેડુતને વેઠ કરવા જવું પડતું. ખેડુતે પિતાની જમીન ખેડે કે સરદારની ? તેઓ બબડતા જાય, અને કામ કરતા જાય; વધારામાં સરદારના મુકાદમ ખેડુતને માર મારે અને પજવે. ખેડુતોથી ગામ છેડીને બીજે જવાય એમ નહતું, આથી તેમની સ્થિતિ ગુલામ જેવી થઈ ગઈ નર્મન લોકોના આવ્યા પછી ઘણું ગામડાં નવા જાગીરદારના હાથમાં આવ્યાં, છતાં પ્રજાને મુખ્ય ઉદ્યોગ ખેતીને હતા, અને ખેડુતોની સ્થિતિ શૂદ્ર જેવી હતી. પરિણામે ગરાસીઆ અને ખેડુતોનાં મન ઉંચાં રહેતાં. ચૌદમા સૈકામાં ખેતરના ઉત્પન્નમાંથી ભાગ લેવાનું કે વેઠ કરાવવાનું છડી દેવાનું કર્યું, અને ખેડુતોએ જમીન બદલ સરદારને ભાડું આપવાની રીત ચાલુ થઈ. આ પદ્ધતિ આખા દેશમાં અમલમાં આવતાં કેટલાંક વર્ષ વહી ગયાં. એડવર્ડ ૩જાના રાજ્યમાં ભયંકર મહામારી ફાટી નીકળી, જે “કાળી મરકીને નામે ઓળખાય છે. તેમાં સંખ્યાબંધ માણસ મરી ગયાં, ગામડાં ઉજડ થઈ ગયાં, ખેતરનો પાક સડી ગયે, અને દેશ વેરાન થઈ ગયે. જે લેકે જીવતા રહ્યા તેઓ સસ્તા દરે કામ કરે નહિ, અને જમીનદારે વધારે રેજી આપે નહિ. પાર્લમેન્ટ મજુરોની રોજ ઠરાવી આપી; દરેક મજુરે માલિકને ત્યાં રહેવું, અને નાસી જનારને ડામ દેવાનું ઠરાવ્યું, પણ કાયદો પાળે કોણ? કેટલાક ગરજાઉ જમીનદારે મેંધા દરે પિતાનું કામ કરાવી લેતા. મજુરની અછત અને મોંઘવારીને લીધે જાગીરદારેએ ધાન્ય વાવવાનું બંધ કર્યું અને ઘેટાં ઉછેરવા માંડયાં. આ ઘેટાંનું ઊન લાન્ડર્સ જતું. એથી ઊનને વેપાર ચાલુ થયો. એડવર્ડ ૩જાએ આ વેપારને ઉત્તેજન આપ્યું. તેણે ઊનની નિકાસ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy