SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ પ્રાર્થના કરતાં હેનરીને તમ્મર આવી અને મરણ પામ્યા, (૨૦મી માર્ચ ઇ. સ. ૧૪૧૩). હેનરીએ કુટિલ અને કપટભર્યાં ઉપાયાથી રાજસત્તા મેળવી, પણ તેના વંશજોને તે શાપરૂપ થઈ પડી. મુકુટધારીને શિરે અસ્વસ્થતાને અસહ્ય ભાર હેાય છે, તે એકલા હેનરીનાજ મસ્તક પર ન હતાઃ પંદરમા સૈકામાં જ્યારે જ્યારે ઇંગ્લેન્ડની ગાદી ખાલી પડતી, ત્યારે હકદારની સામે દાવાદારા નીકળતા, દેશમાં ઝઘડા થતા, અવ્યવસ્થા ફેલાતી, અને પરિણામે અનેક જુનાં કુટુંબે નાશ પામતાં. હેનરી પમાઃ ૧૪૧૩-૧૪૨૨. હેનરીએ બાલ્યાવસ્થામાં તેના પિતાને બહુ દુઃખ દીધું હતું. દુરાચારી સાબતીને છેડાવવા જતાં ન્યાયાધીશને તેણે તમાચેા માર્યા હતા, અને નીડર ન્યાયાધીશે કાયદાનું અપમાન કરવા માટે તેને કેદની સજા ફરમાવી હતીઃ છતાં તે ચતુર યાહ્વો અને કુશળ રાજ્યનીતિજ્ઞ પુરુષ હતા. તેણે પિતાને પગલે ચાલી દીર્ધદષ્ટિવાળી, નિષ્પક્ષપાત અને ન્યાયી રાજ્યનીતિથી પ્રજાનાં દીલ જીતી લીધાં. ફ્રાન્સ જોડે વિગ્રહઃ પેાતાની સત્તા દૃઢ કરીને હેનરીએ ફ્રાન્સ તરફ ધ્યાન આપ્યું. ફ્રાન્સ જોડે ઇંગ્લેન્ડને વિગ્રહ ચાલતા હતાઃ એમાં લડાઈ ચાલે, સંધિ થાય, વળી લડાઈ ચાલે, એમ થયા કરતુંઃ પરંતુ વિગ્રહ તા ચાલુજ હતા. ફ્રાન્સનો રાજા ગાંડા થઈ જતાં દેશમાં પક્ષ પડી ગયા, અને ત્યાં આંતરવિગ્રહ સળગ્યા. તેને લાભ લઈ હેનરીએ ફ્રાન્સની ગાદીનો હક જાહેર કર્યો. આ હક અયોગ્ય હતા, પણ તેને તે બહાનું જોઇતું હતું. તેણે ફ્રાન્સમાં જઈ નામૈડી જીતવાના પ્રયત્ન કર્યા. શરૂઆતમાં હારફલ્યુર અંદર હાથ કરી અંગ્રેજો કુલે જવા ઉપડયા, પણ રસ્તામાં ફ્રેન્ચ લશ્કરે તેમને રાકયા. ફ્રેન્ચા અને અંગ્રેજો વચ્ચે એઝંકૂર પાસે યુદ્ધ થયું, ઇ. સ. ૧૪૧૫. કાદવવાળી જમીનમાં અંગ્રેજ તીરંદાજો આગળ ફ્રેન્ચા લાચાર બની ગયા; ફ્રેન્ચાનાં લોખંડી અખતરા આ વખતે પણ તેમને નડયાં, અને ફરીથી તેમણે સખત હાર ખાધી.૧ હેનરીના ૧. Uneasy lies the head, that wears a crown. [Shakespeare] ૧. ફ્રેન્ચોનું મોટું લશ્કર જોઈ હેનરીના એક સરદાર એવું ખાલી ગયા, કે “આપણી પાસે વધારે માણસ હેાત, તેા કેવું સારૂં થાત. ’આ સાંભળીને હેનરીએ જે શૌર્યભર્યાં ઉત્તર આપ્યો, તે શેકસ્પિયરના હેનરી પમા’ નાટકના ૪થા અંકમાં ૩જા પ્રવેશમાં છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy