SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ રાજ્ય ચલાવવાની આવડત કે તાકાત નહતી, તેમ તેનામાં રાજદ્વારી કુનેહ કે શૌર્ય પણ ન હતું. તેને સ્વભાવ આળસુ અને અલ્પસંતિષી હતા, અને તેથી કામ કરવા કરતાં મોજમઝા માણવામાં તેને વધારે આનંદ પડત. જે જમાનામાં ચાલાક અને શૂરવીર રાજાની જરૂર હતી, તે વખતે આવા મૂર્ખ અને દમ વિનાના રાજાની કારકીર્દિ નિષ્ફળ નીવડે એમાં શી નવાઈ? તેની કારકીર્દિનો અંત રાજ્યહાનિ, કારાવાસ અને અકાળ મૃત્યુમાં આવ્યો. બેનંબર્નનું યુદ્ધઃ ર્કોટલેન્ડની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી હતી. પિતાની અંતિમ ઈચ્છાને અનાદર કરીને તે ઍટલેન્ડનું યુદ્ધ અધુરું મૂકીને ઇંગ્લેન્ડ આવ્યું, અને સાત વર્ષ સુધી તેણે સની સામું પણ જોયું નહિ. ધ્રુસ તો એક પછી એક શહેર અને કિલ્લા સર કરતો ગયો. ઈ. સ. ૧૩૧૪માં સ્ટર્લિંગના લશ્કરી મથક સિવાય ઘણુંખરું ટલેન્ડ બુર્સના કબજામાં આવી ગયું. હવે નમાલા એડવર્ડમાં સ્ટલિંગને બચાવવાનું શુરાતન આવ્યું. અમારે અલગ રહ્યા, છતાં તેણે જબરું લશ્કર લઈ ઑટલેન્ડ પર ચઢાઈ કરી. બ્રુસ પાસે આવા મેટા લશ્કર સામે થવા જેટલું સૈન્ય ન હતું: તેની પાસે માત્ર પાયદળ હતું, તે પણ તેણે બેનૌકબર્નના નાળા પાસે પડાવ નાખી પિતાના નાના લશ્કરની ઉત્તમ વ્યુહરચના કરી. તેણે લશ્કરને મેખરે ખાડા ખોદાવી તેમાં ખૂટા ખોસી દીધા, અને ઇંગ્લેન્ડનું હયદળ નકામું કરી નાખ્યું. આટલું છતાં ઈગ્લેન્ડના ચાલાક તીરંદાજેએ હલ્લો તો કર્યો, પણ સ્કોટલેન્ડના મરણઆ ભાલોડીઆઓએ નમતું આપ્યું નહિ. અંગ્રેજ લશ્કરમાં અવ્યવસ્થા થઈ રહી; એટલામાં પાસેના ડુંગર ઉપર થઈને આવતાં માણસોને જોઈ તેમને શત્રુનું વધારાનું લશ્કર જાણી અંગ્રેજો ભયભીત થઈ નાસભાગ કરવા લાગ્યા. ડૅટ લડવૈયાઓને તો જીવનમરણનો સવાલ હતો, એટલે રોબર્ટ બ્રુસે છેવટને હલ્લો કરી ભયંકર ખૂનરેજી ચલાવીઃ પરિણામે કેટલાક મરણને શરણ થયા, અને કેટલાક જીવ લઈને નાઠા; છેવટે એડવર્ડ પણ બેરિકના કિલ્લામાં ભરાઈ ગયો. સ્કોટલેન્ડ જીતવાના પ્રયત્નોનું પરિણામ ઉલટું આવ્યું. અંગ્રેજ ધુંસરી ફેંકી દઈ ર્હોટલેન્ડ હવે સ્વતંત્ર બન્યું, અને બુસનો રાજ્યાભિષેક કરવામાં આવ્યું. પછીનાં કેટલાંક વર્ષો સુધી તેણે ઈગ્લેન્ડના રાજાને પજવવા માંડ્યું, અને નિર્ભયપણે ઉત્તર ઇંગ્લેન્ડના લેકને
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy