SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા માટે ક્ષમા માગવાની કે પ્રયેાજન દર્શાવવાની જરૂર રહેતી નથી. આશા માત્ર એટલીજ છે, કે આપણા શિક્ષણરસિક વર્ગ અંગ્રેજી ભાષાનું જ્ઞાન નબળું પડી જવાના ભ્રમને વશ ન થતાં આ નવી મળેલી છૂટને સંપૂર્ણ ઉપયેાગ કરશે. પ્રસ્તુત ગ્રંથની યાજનામાં જે નવીનતા જણાય, તેની ચેાગ્યતાના નિર્ણય વાચકવર્ગને કરી લેવાની ભલામણ છે. ખાસ કરીને કહેવાનું માત્ર એટલુંજ છે, કે આ ચેાજના ઇતિહાશિક્ષણની અર્વાચીન પદ્ધતિને અનુસરીને કરવામાં આવી છે. વળી વિષયનું સ્ફાટન કરતાં કાર્યકારણની પરંપરા જળવાઈ રહે, તેની અનતી સંભાળ રાખવામાં આવી છે. આ ગ્રંથને કેટલાક ભાગ તે વિશેષે કરીને વર્ગશિક્ષણ માટે કાઢેલી નેોંધ પરથી લખવામાં આવ્યા છે, એટલે અભ્યાસકેાને માટે તે વિશેષ માર્ગદર્શક અને ઉપયાગી થઈ પડે એમ છે. ઇતિહાસ અને સાહિત્ય એ તે એકજ પ્રજાજીવનનાં બે પડ છે; ઉભય પરસ્પરનાં ઉપકારક છે. પ્રજાનું ખાદ્ય અને આંતર જીવન છૂટું શી રીતે પડી શકે? આથી શાળાપયેાગી ગ્રંથની મર્યાદાના વિચાર કરીને સ્થળે સ્થળે ઐતિહાસિક પ્રસંગાને સાહિત્ય જોડે પણ ચેગ સાધવામાં આવ્યા છે. સાથે સાથે પ્રજાજીવન ધડનારાં ખીન્ન ઉપયેાગી અંગાને પણ આ ગ્રંથમાં યથાશક્તિ વિચાર કરવામાં આવ્યા છે. જે જે મિત્રાએ આ ગ્રંથ લખવામાં સલાહ, સહાય, સૂચના, અને પ્રાત્સાહન આપ્યાં છે, તે સર્વને આ સ્થળે કૃતજ્ઞતાપૂર્વક આભાર માનું છું. જે યાધન પ્રભુની પ્રેરણાથી આ ગ્રંથ લખાયે। અને સમાપ્ત થયે, તેની કૃપાથી વિદ્યાર્થીઓ અને ભાષાનુરાગી સાહિત્યરસિકા લેખકની ઉણપ પ્રત્યે ઉદાર ભાવે દુર્લક્ષ કરી કંઈક પણ ઉપયાગી તત્ત્વ મેળવી શકશે, તે લેખક પોતાને કૃતકૃત્ય થયે। માનશે; વાચકવર્ગને સંતાષ તેજ લેખકના પરિશ્રમને યાગ્ય બદલે છે. અસ્તુ ! } કમલા એકાદશી, અધિક ચૈત્ર, સંવત ૧૯૮૩. અમદાવાદ એસ. પી. આચાર્ય.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy