SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ દક્ષિણ આફ્રિકાઃ એનાં સંસ્થાના ઇ. સ. ૧૯૧૦માં એકત્ર થયાં છે. ત્યાં પણ ‘સેનેટ’ અને ‘હાઉસ આવ્ એસેમ્બ્લી’ એવી એ સભાવાળી પાર્લમેન્ટ છે. પહેલીમાં ૪૮ અને બીજીમાં ૧૩૫ સભ્યા છે. : દક્ષિણ આયર્લેન્ડઃ આ ભાગને તે ઇ. સ. ૧૯૨૨માંજ ‘આયરિશ ફ્રી સ્ટેટ’ નામ આપી સ્વરાજ્ય આપવામાં આવ્યું છે. તેની સેનેટમાં ૬૧ અને ચેમ્બર આવ્ ડેપ્યુટીઝમાં ૧૫૩ સભ્યો બેસે છે. ઉત્તરમાં આવેલું અલ્સ્ટર હજી ઈંગ્લેન્ડની મધ્યવર્તી સરકારનાજ તાબામાં છે; કેમકે તે દક્ષિણ આયર્લેન્ડ જોડે ભળવા માગતું નથી. તેના ૧૩ પ્રતિનિધિએ આમની સભામાં મેસે છે. ‘આયરિશ ફ્રી સ્ટેટ' હવે સંપૂર્ણ સ્વતંત્ર બન્યું છે, અને તેનું નામ ‘આયર' પાડવામાં આવ્યું છે. આવાં સ્વરાજ્ય ભાગવતાં સંસ્થાનાને પરરાજ્ગ્યા જોડે સંબંધ બાંધવાને અધિકાર સંપૂર્ણપણે મર્યાદિત કરવામાં આવ્યા છે. તેએ પેાતાની જવાબદારીથી પરરાજ્યે જોડે રાજકીય વ્યવહાર કરી શકતાં નથી. આ સર્વ સંસ્થાનામાં રાજાના પ્રતિનિધિ તરીકે જે ગવર્નર જનરલ હેાય છે, તેને રાજાના પ્રતિનિધિ અને સંસ્થાનના ઉપરી અધિકારી એવી ખેવડી દૃષ્ટિથી રાજ્ય કરવું પડે છે. જો કે પ્રત્યેક કાયદામાં તેની મંજુરી મેળવવી પડે છે, પરંતુ મહત્ત્વના કાયદામાં શાહી સરકારની મંજુરીની અપેક્ષા રહે છે. સંસ્થાનાને વહીવટ ત્યાંની ધારાસભાને જવાબદાર એવા પ્રધાનમંડળની સહાયથી આ સુમે ચલાવે છે; માત્ર અમુકજ વિષયામાં તેને ગ્રેટબ્રિટનની સરકાર પર આધાર રાખવા પડે છે: બાકી એ પ્રધાના પેાતાના કાયદામાં ફેરફાર કરી શકે છે, પેાતાના અધિકારીએ નીમી શકે છે, અને પેાતાનું સ્વતંત્ર જળસ્થળ સૈન્ય નિભાવી શકે છે. પ્રજાસંધમાં તેમની બેઠક પણ જુદી હેાય છે. આ સિવાય સિલાન, જમૈકા, ફિફ્થ, મેરિશ્યસ, આદિ ક્રાઉન કાલેનીઝના વહીવટ ઘણે અંશે ઈંગ્લેન્ડે નીમેલા ગવર્નરના હાથમાં હોય છે. નવા મળેલા નાઇજીરિ, બ્રિટિશ ઈસ્ટ આફ્રિકા, દિ‘ સંરક્ષિત પ્રદેશને નામે ઓળખાતા દેશેશના કારભાર કમિશનરે અથવા રેસિડેન્ટ કરે છે. તે સંસ્થાન ખાતાના મંત્રીના હાથ નીચે ગણાય છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy