SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સળગી. અમરેની સરદારી સાઈમને લીધી; પણ એડવર્ડ પોતાના પિતાને મળી ગયે, એટલે અમીરનો પક્ષ નબળો પડ્યોઃ છતાં સાઈમનને યુદ્ધકૌશલ્યથી અમીને જ મળે, અને એડવર્ડ શરણે આવ્યા. સાઈમને રાજ્યવહીવટ પિતાને હસ્તક લીધે. તેના વહીવટ દરમિઆન પાર્લમેન્ટ વિશાળ પ્રતિનિધિત્વવાળી થઈ. અત્યાર સુધી અમીરે, ગરાસીઆઓ અને પાદરીઓની સભાઓ મળતી, પણ પ્રજાના પ્રતિનિધિઓને કઈ પણ નેતરતું નહિ. સાઈમને દરેક પરગણું અને કસ્સામાંથી પ્રતિનિધિઓ લાવ્યા; અને દરેક શહેરને બે પ્રતિનિધિઓ મોકલવાની આજ્ઞા કરી, ઇ. સ. ૧૨૬૫ઃ જો કે આ પ્રતિનિધિઓ સાઈમનનાજ પક્ષના હતા, અને તેણે પોતાનો પક્ષ મજબુત કરવા માટે જ તેમને બોલાવ્યા હતા, છતાં હાલની આમની સભાનો પાયો નાખવાનો જશ આ મહાપુરુષને ઘટે છે. થોડા મહીના પછી એડવર્ડ કેદખાનામાંથી નાસી છૂટયે, અને તેણે સાઈમનના પક્ષના કેટલાક અમીને પોતાના પક્ષમાં લીધા. એ પછી તેણે સાઈમન ઉપર અણધાર્યો હë કરી તેને વશામના યુદ્ધમાં હરાવ્યો. યુદ્ધમાં સાઈમન મરાયે, પરંતુ તેનું જીવનકાર્ય પૂરું થયું હતું. શાન્તિઃ યુદ્ધ પૂરું થયું, દેશમાં શાન્તિ સ્થપાઈ, અને રાજાએ અમીને તેમની જાગીરે પાછી આપી. હેનરીના અમલનાં બાકીનાં વર્ષોમાં એવી શાન્તિ રહી, કે ઈ. સ. ૧૨૭૦માં તેનો પુત્ર એડવર્ડ કુંડમાં ગયો. એડવની ગેરહાજરીમાં હેનરી મરણ પામે, છતાં કઈ જાતની અવ્યવસ્થા થઈ નહિ, - એડવર્ડ ૧૯. ૧૨૭ર-૧૩૦૭. હેનરીના મરણ વખતે એડવં પેલેસ્ટાઈનમાં હતા, છતાં તેના નામની આણ ફેરવવામાં આવી, અને બે વર્ષ વ્યવસ્થિત રીતે રાજ્ય ચાલ્યું. તેના પિતા નિર્બળ હતું, અને તેની માતા અભિમાની હતી, પણ તે પ્રતાપી હતું, અને ઈંગ્લેન્ડના મહાન રાજાઓમાં તેની ગણના થાય છે. તેનું ચારિત્ર્ય આફ્રેડ જેવું ન હતું, છતાં તેને જે ૧. આ યુદ્ધમાં એડવડે બહુ પરાક્રમ કર્યું. તેની પત્ની એલીએનેર પણ તેની જોડે ગઈ હતી. કહેવાય છે કે એક વખતે યુદ્ધમાં એડવર્ડના હાથમાં ઝેરી ખંજર હોવાથી ઉડે જખમ થયો હતો, પણ તેની સ્નેહાળ પત્નીએ તે જખમનું લોહી ચૂસ્ટથઈ પિતાના પતિને પ્રાણ બચાવ્યો હતે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy