SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ છોકરાંઓને કારખાનામાં કામ કરવાની બંધી કરી. વળી સ્ત્રીઓને અઠવાડીઆમાં સાઠ કલાકથી વધુ કામ નહિ આપવું એમ ઠરાવ્યું. તે આયર્લેન્ડની બાબતમાં અને ધાન્યના પ્રશ્નમાં તેની નીતિ કેઢિચુસ્ત હતી. ડિઝરાયેલીએ પાર્નેલની ચળવળને સખતાઈથી દાબી દીધી, અને ધાન્યનો કાયદે રદ ન કરવા તેણે પાર્લામેન્ટમાં સચોટ ભાષણ આપ્યાં હતાં. ડિઝરાયેલીએ પિતાની સામ્રાજ્યવાદી નીતિથી ઈલેન્ડની પ્રતિષ્ઠા યુરોપમાં વધારી. આથીજ વિકટેરિઅન યુગના મહાન મુત્સદ્દીઓમાં લેડસ્ટન પછી ડિઝરાયેલીના નામની ગણતરી થાય છે. ડેનિયલ એકેનેલઃ ઓગણીસમા સૈકામાં આયરિશ પ્રને એવું તે વિકટ સ્વરૂપ ધારણ કર્યું, કે એ પ્રશ્નને નિકાલ લાવવા જતાં અનેક મંત્રીમંડળો સત્તાભ્રષ્ટ થયાં. ઈ. સ. ૧૮૦૦માં તરુણ પિટે યુક્તિપૂર્વક આયર્લેન્ડને ઈગ્લેન્ડની સાથે જોડી દેનારે કાયદો પસાર કર્યો. પરંતુ તે સમયે મન કેથલિકે સામેનાં બંધનો રદ કરવાનું જે વચન પિટ્ટે આપ્યું હતું, તે એ પાળી શક્યો નહિ. શાથી? પૅર્જ ત્રીજાના વિરોધને લીધે. આથી વૈકુંની લડાઈ પછી આયરિશ પ્રજાએ એક પ્રતિભાશાળી વ્યક્તિની આગેવાની નીચે ચળવળ ઉપાડી. આ પ્રતિભાશાળી વ્યક્તિ એજ ડેનિયલ કોનેલ. તે એક પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હતા, છટાદાર વક્તા હતા, અને કુશળ નેતા હતા. તેણે વિનોદમય અને જ્વલંત ભાષણોથી આયરિશ પ્રજાનાં મન સંપાદન કરી લીધાં. ઈ. સ. ૧૮૨૩માં તેણે રેમન કેથોલિક એસોસિએશન” નામની સંસ્થા સ્થાપી, અને ઠેરઠેર ભાષણ આપી તેણે સમગ્ર આયલેન્ડને જાગૃત કરી દીધો. - ત્યારબાદ ઈ. સ. ૧૮૨૮માં તેણે કલેર પરગણું તરફથી પાર્લમેન્ટની ચૂંટણીમાં ઉમેદવારી કરી, અને તે બહુમતીથી ચુંટાયે. પાર્લમેન્ટે ત્રણ વખત તેની ચૂંટણી રદ કરી, અને ત્રણ વખત તે અસાધારણ બહુમતીથી ચુંટાયો. આથી વેલિંગ્ટનના પ્રધાનમંડળ સમક્ષ આ પ્રશ્ન એવો વિકટ બન્ય, કે પીલની સૂચનાથી તેણે “રેમન કેથલિક બંધનમુક્તિ”ને ખરડો પસાર કર્યો, અને તેમને પાર્લમેન્ટમાં બેસવાની તેમજ બીજી દરેક છૂટ આપી. આમ તરુણ પિટ્ટ પણ જે કરી શકે નહોતે, તે આ વીર નરે કરી બતાવ્યું. - આ વિજય મળ્યા પછી ડેનિયલ એકલે “પરદેશી દેવળનો પ્રશ્ન
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy