SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૪ ફ્રાન્સ: આ પ્રજાસત્તાક રાજ્ય યુરેશપનાં મહારાજ્ગ્યામાં જુના સમયથી આગળ પડતું છે. તેની પાસે અત્યારે મોટામાં મોટું સ્થળસૈન્ય છે. બ્રિટન સાથે મળી તે અત્યારે પ્રાસંધમાં અગત્યને ભાગ ભજવે છે. પ્રજા તરફથી ચુંટાએલી એ સભાઓમાંથી બનેલા પ્રધાનમંડળની મદદથી પ્રેસિડન્ટ ફ્રાન્સનું રાજ્ય ચલાવે છે. પ્રેસિડન્ટ પાંચ વર્ષ માટે ચુંટાય છે. પ્રધાનમંડળમાં હાલ સેાશિઆલિસ્ટ પક્ષ આગળ પડતા ભાગ લે છે. ફ્રાન્સ ખેતીપ્રધાન દેશ હૈાવાથી તેને બ્રિટનની માફક કાચા માલ માટે બીજા દેશા પર આધાર રાખવા પડતા નથી. તેના ઉદ્યોગા પણ સારા ખીલેલા હેાવાથી ત્યાં બેકારી ઘણીજ ઓછી છે. યુદ્ધ પછી તેણે એક પૌન્ડના ૧૨૫ ફ્રેંક કરીને પેાતાનો નિકાસ વેપાર વધારી પુષ્કળ સેાનું એકઠું કર્યું છે. ઇ. સ. ૧૯૩૧માં તેણે બ્રિટનને સેનાનું ધારણ છેાડવાની ફરજ પાડી. ફ્રાન્સ હાલમાં લશ્કર પાછળ એટલા બધા ખર્ચ કરે છે, કે તેનું બજેટ સમતલ થતું નથી. મહાન યુદ્ધ પછી તેણે જર્મની પાસેથી કરાડા પૈાન્ડ દંડ તરીકે લીધા, પણ પછીથી જર્મનીએ દંડ ભરવાની અશક્તિ બતાવી; હેર હીટલરે ફ્રાન્સની બાજી ઉંધી વાળી છે, અને વર્સેલ્સના કરારા વેગળે મૂકી દીધા છે. હમણાં હેર હીટલરની આગેવાની નીચે જર્મની બળવાન બન્યું છે. આથી ફ્રાન્સે પેાતાના રક્ષણ માટે રશિઆ અને એકાસ્લોવેકીઆ સાથે સંધિ કરી છે. ઝેકેાસ્સાવેકીઆને લીધે યુગાન્સ્લેવીઆ અને રૂમાની પણ ફ્રાન્સ તરફ ઢળતાં છે; પણ હાલમાં ફ્રાન્સ રશિઆથી દૂર થતું જાય છે, અને વચ્ચેના પ્રદેશેા ઉપર જર્મની-ઇટલીનું વર્ચસ્વ વધતું જાય છે. ફક્ત એકામ્લેાવેકીઆ અને પેાલેન્ડ સિવાય બધા દેશા જર્મની તરફ ઢળતા થઈ ગયા છે. અત્યાર સુધી બાલ્કન રાજ્યેા ઉપર નાણાંની મદદને લીધે ફ્રાન્સનું જે વર્ચસ્વ હતું તે પણ્ હવે ઘટતું જાય છે, એટલે બ્રિટનની રાજનીતિને અનુસર્યાં સિવાય ફ્રાન્સને છૂટા નથી. ફ્રાન્સનું જન્મપ્રમાણ અને મરણપ્રમાણ લગભગ (૧૯૬૪માં જન્મપ્રમાણ ૧૬ ૧ અને મરણપ્રમાણ ૧૫.૧) એકસરખું છે. આથી વસ્તી વધારવા માટે પ્રયાસેા થાય છે. હંમેશાં તે રક્ષણનીતિમાં માને છે. તેણે પણ જર્મનીની માફક લશ્કરી કેળવણી ફરજિઆત કરી છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy