SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સ્વરાજ્ય આપવાને ખરડો આ, ઈ. સ. ૧૮૮૬. આખરે લિબરલોક તડ પડયાં, અને ચેમ્બલેઈન અને બ્રાઈટ ગ્લૅડસ્ટનને સાથ છોડે; એટલે ગ્લૅડસ્ટનને રાજીનામું આપવું પડયું. પછી યુનિઅનિસ્ટ નામે ન પણ સ્થપાય. ઈ. સ. ૧૮૯૨માં ગ્લૅડસ્ટને ફરી અધિકારમાં આવતાં એજ ખર રજુ કર્યો, પણ અમીરએ તેને ઉડાવી દીધો. યુનિઅનિસ્ટ પક્ષે ૧૮૮૬થી ૧૮૯૨ સુધી અને ૧૮૯૫થી ૧૯૦૫ સુધી આયર્લેન્ડમાં કડક નીતિ રાખી શાંતિ આણી. દરમિઆન પાર્નેલ એક ખાનગી મુકર્જમામાં પ્રતિષ્ઠા ખોઈ બેઠા, એટલે તેના અનુયાયીઓ ઘટયા, અને સરકારને પિતાના કાર્યમાં અનુકૂળતા મળી. એ પછી રેડમંડ નેતાએ ચળવળ આગળ ચલાવવા માંડી. તે દરમિઆન આયલેન્ડમાં કેટલાક સુધારા દાખલ કરવામાં આવ્યા. આગગાડીની નવી સડકો બંધાઈ, ઈ. સ. ૧૮૯૮માં સ્થાનિક સ્વરાજ્યમાં સુધારા કરવામાં આવ્યા, અને ઇ. સ. ૧૯૦૩ના કાયદાથી ખેડુતોને જમીનની ખરીદીના કાર્યમાં સુગમતા કરી આપવામાં આવી.. 1. વીસમી સદીઃ સ્વતંત્ર આયલેન્ડ: ગ્લેડસ્ટન ઈ. સ. ૧૮૯૪માં જાહેર જીવનમાંથી વાનપ્રસ્થ થયો. ઈ. સ. ૧૯૦૬માં લિબરલે પુન: અધિકારપદે આવ્યા, એટલે તેમણે ફરીથી જુના પ્રશ્નો ઉપાડયા. ઈ. સ. ૧૯૧૨માં એસ્કિવશે આયલેન્ડને સ્વરાજ્ય આપવાના કાયદાનો ખરડે પાર્લમેન્ટમાં રજુ કર્યો. પરંતુ યુનિઅનિસ્ટ પક્ષના નેતા સર એડવર્ડ કાર્સને એ ખરડાને વિરોધ કરી શસ્ત્ર ઉપાડવાની ધમકી આપી. તે ખરડો ઇ. સ. ૧૯૧૨, ૧૯૧૩, ૧૯૧૪માં આમની સભામાં પસાર થયો, એટલે તે કાયદો ગણાય; પણ યુરેપમાં ભયંકર યાદવાસ્થળી જાગવાથી તેને અમલ થયો નહિ. ઈ. સ. ૧૯૧૬માં ડબ્લેિનમાં બંડ થયું. તેને તરત શમાવી દેવામાં આવ્યું; પણ સ્વરાજ્ય પક્ષનું જોર ઘટયું, અને સ્વરાજ્ય લેવા માટે સશસ્ત્ર ચળવળ કરવાની હિમાયત કરનાર સિનફીન પક્ષનું પ્રાબલ્ય થયું. ઈ. સ. ૧૯૧૭માં મળેલી પાર્લમેન્ટમાં આ પક્ષની બહુમતી થઈ. એટલે સ્વરાજ્યવાદીઓ નિર્માલ્યવત થઈ ગયા. ઈ. સ. ૧૯૨૦ માં આયર્લેન્ડના દક્ષિણ (૨૬ પરગણ), ' જ આ પક્ષે લ એર-Dail Eireann) નામે સ્વતંત્ર સભા સ્થાપી આમ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy