SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ નહિં. તેણે ભાડુતી માણસે રાખી ગામડાં લૂટવા અને બાળવા માંડ્યાં. આથી કંટાળી ગએલા અમીરાએ ફ્રાન્સના રાજા લુઈને ઈંગ્લેન્ડમાં આવીને રાજ્ય કરવાનું આમંત્રણ આપ્યું. લુઈ મેાટું સૈન્ય લઈને આવ્યેા; જ્વાન સામેા થયા, અને લશ્કર લઈ તેને અટકાવવા દાડ્યો, પરંતુ વાશ નદી ઉતરવા જતાં તેને સામાન, ઝવેરાત, અને પ્રજા કરતાંએ વધારે પ્રિય રાજચિહ્નો ડૂબી ગયાં. જ્હાનના હાથ હેઠા પડ્યા; તે બધી હિંમત હારી ગયા. ફીકર, ચિંતા, તાવ અને નિરાશાથી નબળા પડેલા રાજા ઇ. સ. ૧૨૧૬માં મરણ પામ્યા. તેના મૃત્યુથી પ્રજાને નિરાંત થઈ. પોતાના પ્રતાપી પિતાની શક્તિ ધરાવવા છાં તેનામાં એટલા બધા દુર્ગુણા હતા, કે ઇતિહાસમાં તેનું નામ એક અધમ રાજા તરીકે ગણાય છે. તે સ્વાર્થી, લેાભી, લુચ્ચા, દુરાચારી અને લંપટ હતા. “ તે એવા તે અપવિત્ર હતા, કે નરક પણ તેના વાસથી અભડાઈ જાય.” પ્રકરણ પસું લાકસત્તાના ઉય : ઇ. સ. ૧૬૧૬-૧૩૨૭ હેનરી કજોઃ ૧૨૧૬-૧૨૭૨. જ્હાનના મરણથી દેશની પરિસ્થિતિ ફેરવાઈ ગઈ; તેને બાળપુત્ર હેનરી નવ વર્ષની ઉંમરે ગાદીએ બેઠા. લુઈ પરદેશીઓનું લશ્કર લઈ દેશમાં આવ્યા હતા, અને કેટલાક અમીરાએ તેને સહાય આપવાનું વચન આપ્યું હતું. પરંતુ કેટલાક રાજ્યનીતિજ્ઞ પુરુષાએ જોઈ લીધું, કે એથી તેા દેશમાં પરદેશીઓના પગપેસારા થશે, અને તેમના જુલમની સામે થવું ભારે પડી જશે. તેમણે ધીરે ધીરે લુઈનો પક્ષ તજી આળક હેનરીનો રાજ્યાભિષેક કર્યાં, અને રાજ્યકારભાર ચલાવવા માટે પેમ્બ્રોકના સાણા અને દીર્ધદર્શી ઠાકારની નીમણુક કરી. એથી કરીને લુઈ તે માઠું લાગ્યું, અને તેણે ગાદી મેળવવા માટે તજવીજ તેા કરી, પણ તેમાં તે ફાવ્યા નહિ; એટલે છેવટે ઇ. સ. ૧૨૧૭માં અમુક રકમ લેવાનું કબુલ કરીને તે સ્વદેશ ગાય યેા. 66 He was a Knight without truth, a King without justice, and a Christian without faith. 25
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy