SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ હજાર માણસો ભાષણ સાંભળવા એકત્ર થવા લાગ્યાં, અને સરકારને પ્રતિકાર શોધવાની જરૂર લાગી, એટલે સભાબંધીને હુકમ કાઢી ઓનલની જંગી સભા તેણે અટકાવી, ઈ. સ. ૧૮૪૩. પીલે તેના પર રાજદ્રોહી ભાષણ કરવાનો આરોપ મૂકી તેને કારાગૃહમાં મેક, ઈ. સ. ૧૮૪૪. અમરેની સભાએ તેને નિર્દોષ ઠરાવ્યું, પણ હવે ઓકાનેલની ઉતરતી કળા આવી. પીલની જોડે વિષ્ટિમાં તે નમે, એટલે “તરણુ આયર્લેન્ડ” નામે નવા સ્થપાએલા જહાલ પક્ષે તેને મુખી તરીકે સ્વીકારવાની ના પાડી. ત્રણ વર્ષ પછી આ સમર્થ દેશસેવક ત્રીસ વર્ષની અખંડ સેવા કરીને મરણ પામે, ઈ. સ. ૧૮૪૭. ફેનિઅન મંડળઃ દરમિઆન આયર્લેન્ડમાં પાક નિષ્ફળ જવાથી ભયંકર દુકાળ પડે, એટલે લેકેની સ્થિતિ અસહ્ય થઈ ગઈ. અનેક લોકોને ભૂખમરો વેઠવાનો વારો આવ્યો. અસંખ્ય લેકે મરણ પામ્યા, અને કેટલાક દેશ છોડી અમેરિકા જઈ વસ્યા. સરકારે લેકને સહાય આપી, પણ તેના નિયમેને લીધે તે પૂરતા પ્રમાણમાં અપાઈ નહિ. આમ ભૂખમરો અને વિદેશવાસને લીધે એક વર્ષમાં વીસ લાખ મનુષ્યોની વસ્તી ઘટી. સરકારે ગરીબોના કલ્યાણ અર્થે જમીન વેચાણનો કાયદો કર્યો, પણ તેનું પરિણામ અનિષ્ટ આવ્યું. નવા જમીનદારેએ જુના ભાડુતોને હાંકી કાઢયા, એટલે તે લોકોના પેટગુજારાનું રહ્યુંસહ્યું સાધન નાશ પામ્યું. દેશમાં બેરોજગારી વધતાં દંગાફસાદ થવા લાગ્યાં, એટલે સરકારને ઉગ્ર દમનનીતિ આદરવી પડી. આથી સ્મિથ એબ્રાયન નામના અવિચારી ગૃહસ્થના અગ્રપદે સશસ્ત્ર રાજદ્રોહી ચળવળ શરૂ થઈ. તેને સત્વર શમાવી દેવામાં આવી, પણ દેશમાં તેમણે પેલું વિચાર બીજ કાયમ રહ્યું, અને આયલેન્ડમાં પ્રજાસત્તાક રાજ્ય સ્થાપવાના હેતુથી કાન્તિકારક બંડખોરેએ . સ. ૧૮૫૯માં ફેનિઅન મંડળની સ્થાપના કરી. લેડસ્ટન અને આયરિશ પ્રશ્નઃ ઈ. સ. ૧૮૬૯માં ગ્લૅડસ્ટનના પ્રધાનપદે આયર્લેન્ડ સંબંધી નીતિએ નવી દિશા લીધી. તેણે ઇ. સ. ૧૮૬૯માં પ્રોટેસ્ટન્ટ ધર્માલ જોડે સરકારી સંબંધ બંધ કરી બચત નાણાંનો બીજે વ્યય કરવાનો કાયદો કર્યો. બીજે વર્ષે તેણે જમીનનો કાયદો કર્યો, ઈ. સ. ૧૮૭૦. આ કાયદો થયા પહેલાં ખેતરના ભાડુતને જમીનમાં ખાતર નાખવું
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy