SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ આવતાં તેનું ધ્યાન આ નવા મુલક પર ચૂંટયું. . સ. ૧૭૮૮માં કેપ્ટન ફિલિપ સૈનિકે અને કેદીઓથી ભરેલું વહાણ લઈ “બેટની બે’ના જેકશન બંદરમાં દાખલ થયો, અને ત્યાં કેદીઓનું નાનું ગામ વસ્યું. તેનું નામ સિડની પાડવામાં આવ્યું. ત્યારપછી દેશનિકાલની સજા પામેલા કેદીઓનાં અનેક જૂથ આ દેશમાં ઉતર્યા. તેમાંના ઘણાખરા પિતાની મુદત પૂરી થઈ જાય, ત્યારે સ્વદેશ પાછા ન જતાં અહીં ખેતી કરી ગુજરાન ચલાવતા. નેપોલિયન જેનાં યુદ્ધોની સમાપ્તિ પછી દેશમાં પ્રસરેલી બેકારીને લીધે અનેક કુટુંબ નવાં સંસ્થાનમાં પિતાનું ભાગ્ય અજમાવી જોવા આવ્યાં. સરકારે વસ્તી વધારવાની આશાએ મબદલો લીધા વિના તેમને જમીન આપવા માંડી. ઈ. સ. ૧૮૨૯માં અંગ્રેજોએ સમગ્ર ખંડ પિતાને તાબે કરી લીધું. તેમાં વળી દેશના મૂળ વતનીઓની સંખ્યા અલ્પ હતી, એટલે નવા સંસ્થાનીઓને યુદ્ધ વિના વસવાટ કરવાનું સુખ મળ્યું. ધીમે ધીમે કવીન્સલેન્ડ, વિકટોરિઆ, પશ્ચિમ ઓસ્ટ્રેલિઆ, અને ટાસ્માનિઆનાં સંસ્થાનોની સ્થાપના થઈ. તેમાં વસવા આવેલા સ્વતંત્ર આગંતુકેએ ત્યાં ગુનેગારોને મોકલવાનું બંધ કરવા માટે સરકારને વિનતિ કરવા માંડી. ક્રમે ક્રમે સરકારે ઈ. સ. ૧૮૬૮ સુધીમાં દીઓ મોકલવાનું સર્વથા બંધ કરી દીધું એટલું જ નહિ, પણ ઑસ્ટ્રેલિઆને વિકાસ કરવાની યોજનામાં તેણે સમભાવ દર્શાવવા માંડે. દેહાંતદંડથી ઉતરતી સજા પામેલાઓને નિયમમાં રાખનારી રાજ્યવ્યવસ્થા કેવી હોય છે પરંતુ જેમ જેમ ઉદ્યોગી અને સ્વતંત્ર સંસ્થાનીઓ વધતા ગયા, તેમ તેમ લશ્કરી રાજ્યપદ્ધતિ બંધ કરી લોકોને રાજકારભારમાં ભાગ આપવો જોઈએ, એવો પ્રજામત થવા લાગ્યો. તે સમયે સંસ્થાના આંતર વહીવટમાં બને તેટલે ઓછો હસ્તક્ષેપ કરવાની નીતિ ઈલેન્ડે સ્વીકારવા માંડી હતી, એટલે ઇ. સ. ૧૮૫૦ના અરસામાં ધારાસભા સ્થાપી તેને હસ્તક દેશની જમીન મૂકવામાં આવી. આ સમયે ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિઆમાં સોનાની ખાણો મળી આવી. જગતભરમાં આ સમાચાર પ્રસરી ગયા, અને અસંખ્ય માણસો ધનવાન થઈ જવાની સોનેરી આશાએ ઑસ્ટ્રેલિઆમાં ઉતરી પડયા. કારકુનોએ કચેરીઓ છોડી, ખલાસીઓએ વહાણ છોડયાં, ખેડુતેએ જમીન અને એજાર વેચી નાખ્યાં, અને એ સર્વ નવા દેશમાં
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy