SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ તટસ્થપણું છોડીને તે મુલકની સુવ્યવસ્થા જાળવવાની શેઠવણ કરવી જોઈએ. થી ઇ. સ. ૧૭૩માં લૉર્ડ નોર્થ મંત્રીપદે હતા, ત્યારે રેગ્યુલેટિંગ એકટ પસાર કરી વૈરન હેસ્ટિંગ્સને ગવર્નર જનરલ નીમવામાં આવ્યું. તેને મદદ કરવા માટે ચાર સભ્યોની એક સમિતિ સ્થાપવામાં આવી, અને તેની હકુમતથી સ્વતંત્ર ન્યાયાધીશની નીમણુક કરવામાં આવી. હેસ્ટિમ્સ રાજ્યવહીવટમાં સુધારા કર્યા. ત્યાર બાદ ઈંગ્લેન્ડને અમેરિકાનાં સંસ્થાને જોડે ચાલતા વિગ્રહને લાભ લઈ ફેન્ટેએ હિંદમાંથી અંગ્રેજોની જડ કાઢવાની પેરવી કરી. પરંતુ હેસ્ટિસે મુંબઈ પાસે મરાઠા જોડે જબરું યુદ્ધ કર્યું, હૈસુરના હૈદરઅલ્લીને હઠાવવામાં યથાશક્તિ સહાય આપી, અને હિંદમાં આવેલા અંગ્રેજી રાજ્ય ઉપર આવી પડેલું સંકટ ટાળ્યું. આ સર્વ વિગ્રહોનાં ભારે ખર્ચને પહોંચી વળવા માટે તેણે લીધેલા ઉગ્ર ઉપાય માટે તે ઇ. સ. ૧૭૮૫માં ઈરલેન્ડ ગયે, ત્યારે તેના પર અન્યાય અને જુલમના આરોપ મૂકી કામ ચલાવવામાં આવ્યું. એડમંડ બર્ક જેવા સમર્થ વક્તાએ તેના પર ગંભીર આક્ષેપ કર્યા. પણ સાત વર્ષની તપાસ પછી તેને દેષિમુક્ત ઠરાવવામાં આવ્યું. તરુણ પિદ પ્રધાનપદે આવતાં તેને રેગ્યુલેટિંગ એકટ અસંતોષકારક ગ્યો, એટલે તેણે હિંદની રાજ્યવ્યવસ્થાને વધારે નિયમિત કરવા માટે ઈસુ. ૧૭૮૩માં એક કાયદો પસાર કર્યો. તેણે કંપનિ પાસે માત્ર વેપારનું કાર્ય રહેવા દીધું, અને રાજ્યવહીવટ માટે ગવર્નર જનરલને અધિક સત્તા આપી. તેના ઉપર દેખરેખ રાખવા માટે એક નિયામક મંડળ” (Board of Control) સ્થાપ્યું, અને હિંદી પ્રધાનની નીમણુક કરી. લૈર્ડ કોર્નલિસ જેવા કુલીન અને કર્તવ્યપરાયણ અધિકારીએ દેશમાં સુધારા ચાલુ રાખ્યા. પરંતુ સર જોન શેરના અનુગામી ઑર્ડ વેલસ્તીને જુદી નીતિ સ્વીકારવી પડી. ઈલેન્ડ નેપોલિયન ડે વિગ્રહ ચલાવતું હતું, તે સમયે અનેક દેશી રાજાઓનાં સૈન્યને ફ્રેન્ચ અમલદારો તાલીમ આપતા હતા. હૈસુરના ટીપુ સુલતાને અંગ્રેજોને હાંકી કાઢવાની સોનેરી આશાએ ફ્રેન્ચ જેડે સ્નેહ બાં હતું. પરંતુ વેલસ્લીએ “સહાયકારી સૈન્યની યોજના ઘડી તેને અસ્વીકાર કરનારા રાજાઓ જોડે યુદ્ધ આદર્યું. તેણે મહૈસુર, અયોધ્યા, અને કર્ણાટકમાં અંગ્રેજોની આણ વર્તાવી. હોલકર સિવાય સર્વ મરાઠા રાજાઓએ અનેક
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy