SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ લાવવાનો પ્રયત્ન કરી જુએ છે. હાલમાં જર્મની, ઈટલી, જાપાન, રશિઆ અને યુનાઈટેડ સ્ટેટસ પ્રજાસંઘમાં નથી. પ્રજાસંઘની બેઠક જીનિવામાં મળે છે. તેઓ અરસ્પરસ મળી અંદર અંદરના ઝગડાઓને નિકાલ લાવે છે. વળી રાજ્યની યુદ્ધસામગ્રી ઓછી કરાવવી, એ પણ તેને એક ઉદ્દેશ છે. આ સંઘના સભાસદો શત્રુઓ પાસેથી મિત્ર રાજ્યોએ જે પ્રદેશ લીધા, તે તે પ્રદેશ પર સુવ્યવસ્થિત રીતે રાજ્ય ચલાવી તે પ્રદેશની પ્રજાને સ્વરાજ્ય માટે ગ્ય બનાવવા યુરેપનાં રાજ્યોને આદેશ (Mandate) આપે છે. : - હાલમાં આંતર રાષ્ટ્રીય રાજકારણમાં પ્રજાસંઘ નિર્માલ્ય નીવડે છે; કારણ કે ઈટલીએ બે વર્ષ ઉપર એબિસિનિઆ દેશ જીતી લીધે, અને હમણાં જાપાને ચીનના પ્રદેશોમાં આક્રમણ કર્યું છે, છતાં પ્રજાસંઘે આ બાબતમાં દરમ્યાનગીરી કરવાની તક લીધી નથી. લૈઈડ જેનું પ્રધાનમંડળ-ચાલુઃ ઇ. સ. ૧૯૧૦–૧૯ર૩ઃ ઈ. સ. ૧૯૧૮માં પાર્લમેનટની નવી ચૂંટણી થઈ. તેમાં લૈઈડ ચેંજે ફરીથી બહુમતીથી સત્તામાં આવ્યો. તેણે ૨૦-૨૨ સભાસદનું મિશ્ર મંત્રીમંડળ સ્થાપ્યું. આ પ્રધાનમંડળના અમલ દરમિઆન નીચેના બનાવો બન્યા. (૧) મહાન વિગ્રહ દરમિઆન સ્ત્રીઓએ બજાવેલી સેવાની કદર કરી તેમને પણ મતાધિકાર આપવાના હેતુથી ઈ. સ. ૧૯૧૮માં એક ખરડો પસાર થયે. આથી (૧) ત્રીસ વર્ષની ઉપરની જે સ્ત્રી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મતદાર હોય, અથવા જે સ્ત્રી કોઈ વિદ્યાપીઠની પદવી ધરાવતી હોય તેને પાર્લમેન્ટની ટણીમાં મત આપવાનો હક મળ્યો. (૨) વળી આ કાયદાથી એકવીસ વર્ષથી વધારે વયના પુરુષોને મતાધિકાર મળે. આથી મતદારોની સંખ્યા વધીને ૨ કરોડની થઈ (૨) ઈ. સ. ૧૯૧૯માં હિંદના રાજ્યતંત્રમાં મહત્ત્વના ફેરફાર કરવા મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા પસાર થયા. આ કાયદાથી હિંદીઓને ધારા ઘડવાની સત્તા મળી. વડી ધારાસભામાં અને પ્રાંતિક ધારાસભામાં પ્રજાના ચુંટાએલા સભ્યોની બહુમતી થઈ. પ્રાંતમાં દ્વિરાજ્ય પદ્ધતિ (Diarchy) દાખલ થઈ. (૩) ત્યારબાદ ઇ. સ. ૧૯૧૪થી બાજુએ મુકાએ આયરિશ પ્રશ્ન આ પ્રધાનમંડળે હાથ ધર્યો. આયર્લેન્ડમાં યુદ્ધ દરમિઆન “સીનફીન”
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy