SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૯ રાખવાની લાઈડ જ્યા સૂચના કરી. એથી ફ્રેન્ચ સેનાની માર્શલ ફૅાશને અંગ્રેજ અને ફ્રેન્ચ સૈન્યને ઉપરી નીમી સર ડગલસ હેગને તેની જોડે રાખવામાં આવ્યો. ત્રણ ચાર વર્ષના ભયંકર અને અપૂર્વ વિશ્વવિગ્રહથી યુદ્ધમાં પડેલાં રાજ્યા થાકી ગયાં. પ્રાણ અને દ્રવ્યની હાનિના હિસાબ રહ્યો ન હતા. તેમાં અમેરિકા મિત્રરાજ્ગ્યા જોડે ભળ્યું, એટલે હવે તેમને જીતવાનું કાર્ય શત્રુને મન અશક્ય જણાવા લાગ્યું. એથી કરીને જર્મનીનાં સહકારી રાજ્યાએ મિત્રો જોડે સંધિ કરવાની દોડધામ કરવા માંડી. આ બાજુ મિત્રોની સ્થિતિ આશાસ્પદ બનતી જતી હતી. માડ અને માર્શલ સેનાપતિએ એ મેસેાપેટેમિઆ જીતી લઈ અંગ્રેજ પ્રતિષ્ઠા પાછી સ્થાપી, જનરલ એલન્સીએ હિંદી અને સંસ્થાનેાનાં સૈન્યની વહારથી પેલેસ્ટાઈનમાં ઉતરી જેરૂસલેમ આદિ નગરા કબજે કી, અને ખીજી તરફ સેલેાનિકામાં રહેલાં સૈન્યએ બલ્ગેરિઆને પરાભવ કર્યાં. તુર્કસ્તાન અને બલ્ગેરિઓએ મદદની આશા મૂકી મિત્રરાજ્યો જોડે તહનામાં કયાં, આકટાબર, ૧૯૧૮. હંગરીમાં જોસબંધ ચાલેલી રાષ્ટ્રીય ચળવળથી બેહાલ બનેલા સ્ટ્રિઆએ વિલ્સનની સૂચના સ્વીકારી યુદ્ધમાંથી નિવૃત્તિ લીધી, ૩૭ નવેમ્બર, ૧૯૧૮. મિત્રોના પરાભવથી વિકટ સ્થિતિમાં આવી પડેલા જર્મનીમાં ખળભળાટ થયો, નૌકાસૈન્યે ખંડ ઉડાવ્યું, અને લોકમત તથા સમયને વિચાર કરી શહેનશાહ વિલિયમ ખીજાએ રાજપદને ત્યાગ કરી હેાલેન્ડમાં દેશવટા લીધેા. છેવટે કાયમની સંધિ થતાં સુધી હાઈનના ડાબા તીર પરના મુલકમાં મિત્રરાજ્યોનાં સૈન્યને રહેવા દેવાની, અને યુદ્ધસામગ્રી હવાલે કરી દેવાની ફૅાશે કરેલી સરતા સ્વીકારી જર્મનીએ યુદ્ધવિરામની યાચના કરી, ૧૧મી નવેમ્બર, ૧૯૧૮. ઝેરી હવા, હેાવિત્ઝર તેાપા, વિમાન આદિ ભૌતિક શાસ્ત્રાની શોધેથી ઉપજાવવામાં આવેલાં સાધનેાની સંહારક શક્તિને પ્રથમ પરિચય કરાવનાર આ મહાવિગ્રહ બંધ થયા. યુરોપનાં કેટલાંએ રાજ્યો વેરાન થઈ ગયાં, કેટલાંક રાજ્યો છિન્નભિન્ન થઈ ગયાં, અને કેટલીક પ્રજામાંથી ઉપપ્રજાએ ફૂટી નીકળી. ૧,૧૦,૦૦,૦૦૦ મનુષ્યાના રુધિરમાંસનું ધરતીમાતાને ખાતર મળ્યું.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy