SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ ઉત્સુક હતા, અને પ્રધાન વેનિઝેલાસ મિત્રરાજ્યાના પક્ષમાં હતા. આખરે રાજા પદભ્રષ્ટ થયે, અને ગ્રીક સૈન્ય સેલેનિકમાં પડેલા સૈન્યને જઈ મળ્યું. પરંતુ આ સૈન્યાનું આસ્ટ્રિઅન અને મલ્ગેરિઅન સૈન્યો આગળ કશું ચાલ્યું નહિ. ઇંગ્લેન્ડની આંતર સ્થિતિઃ મહાયુદ્ધના આરંભમાં લિબરલ પક્ષના એસ્કિવથ પ્રધાનપદે હતા. યુદ્ધને યશસ્વી અંત આણવાને માટે પક્ષભેદ તજી દેવામાં આવ્યો, અને દેશના સર્વ મુદ્ધિધનના ઉપયાગ કરવાના સ્તુત્ય હેતુથી પ્રધાનમંડળની પુનર્રચના કરવામાં આવી. આ પ્રધાનમંડળમાં કોન્ઝર્વેટિવ અને મજુર પક્ષના નેતાને લેવામાં આવ્યા, ઇ. સ. ૧૯૧૫. આ સંયુક્ત પ્રધાનમંડળમાં એનરલા સંસ્થાનખાતાને અને બાલ્ફ નૌકાખાતાને પ્રધાન થયા. યુદ્ધસામગ્રી અને દાગાળાની ન્યૂનતા પૂરી પાડવા માટે ઉત્સાહીં અને કાર્યદક્ષ લાઈડ જ્યાર્જના ઉપરીપદે એક મંડળ નીમવામાં આવ્યું. એ પછી ઈંગ્લેન્ડે ઉત્સાહપૂર્વક યુદ્ધ ચલાવ્યું, સંસ્થાનાએ તેને આ ભીડમાં સહાય કરી, અને હિંદી સૈન્ય ફ્રાન્સ, મેસાપેટેમિઆ, અને આફ્રિકાનાં મેદાનેામાં હાથ બતાવી રહ્યું. સામ્રાજ્યનાં સર્વ અંગેાના સહકાર, સહાય, અને સૂચના મેળવવા ઇ. સ. ૧૯૧૭માં સામ્રાજ્ય પરિષદ્ ભરવામાં આવી. દરમિઆન સ્વેચ્છાથી જોડાનાર સૈનિકાની સંખ્યા અલ્પ થતી હતી, એટલે જિઆત લશ્કરી ભરતીને કાયદો પસાર કરવામાં આવ્યા, ઇ. સ. ૧૯૧૬. આયર્લૅન્ડને આ કાયદો લાગુ પાડવામાં આવ્યા નહિ. ત્યારપછી સિનફિન પક્ષની પ્રેરણાથી આયર્લૅન્ડમાં ઊંડેલું ફંડ શમાવી દેવાવી આવ્યું. જટલેન્ડના યુદ્ધ બાદ લાર્ડ કિચનર સમુદ્રમાર્ગે રશિઆ જવા નીકળ્યા, પણ આર્કની દ્વીપ પાસે જર્મનેાએ મૂકેલી સુરંગ જોડે તેનું જ્હાજ અથડાવાર્થી તેણે જલસમાધિ લીધી, એટલે લાઈડ ધાર્જને તેને સ્થાને નીમવામાં આવ્યો. તેના આશાવાદ અને કાર્યદક્ષતાને લીધે પ્રધાનમંડળમાં તેની પ્રતિષ્ઠા વધી. આ વર્ષમાં મિત્રરાજ્ય પર સંકટાની પરંપરા આવી. દરમિઆન યુદ્ધની બાબતેને સત્વર નિર્ણય લાવવા માટે લાઈડ જ્યા” સ્વતંત્ર યુદ્ધમંડળ રચી એસ્કિવથનું નામ તેમાંથી કાઢી નાખ્યું, એટલે એ અપમાનથી ઉત્તેજિત થઈતે તેણે રાજીનામું આપ્યું. આથી લાઈડ જ્યાર્જ મુખ્ય મંત્રી બન્યા. તેણે કાન્ઝર્વેટિવ મિત્રોને અધિકારે ચડાવ્યા, અને યુદ્ઘમંડળ સ્થાપ્યું; પણ ખરી
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy