SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ | મૈડી ખોયું. અત્યાર સુધી ઇંગ્લેન્ડના રાજાઓ નર્મડીના ઠાકોર હતા, અને એ રીતે જોતાં ફ્રાન્સનો રાજા તેમને અધિપતિ હતા. આ અધિકારની રૂએ ફ્રાન્સના રાજાએ જëન પર આર્થરના ખૂનનું તહેમત મૂકયું, અને તેને જવાબ આપવા પિતાની પાસે હાજર થવા ફરમાવ્યું, પણ જëન ગયે નહિ. એથી ફાન્સના રાજાને બહાનું મળ્યું. તેણે ફ્રાન્સમાં આવેલી જëનની ઘણીખરી જાગીરે જપ્ત કરી; આમ જે કે ભત્રીજાનું ખૂન કરી હેને ઈગ્લેન્ડની ગાદી મેળવી, પણ બાપદાદાએ મેળવેલું નોર્મડીનું રાજ્ય ગુમાવ્યું. ઇંગ્લેન્ડને તે આથી લાભ જ થયો; કારણ કે રાજા અને અમીરની દષ્ટિ નોર્મડી ઉપરથી જતી રહી, અને તેઓ ઇંગ્લેન્ડને સ્વદેશ માની ત્યાં સ્થિર થયા. ઈગ્લેન્ડનો પૈસો નોર્મડી જતો અટક, અને પ્રજાના હક સારૂ નર્મન અમીર અને અંગ્રેજ લેકે સરખો રસ લેવા લાગ્યા. - પપ જે તકરાર થડા વખતમાં જનને રેમના પોપ જોડે તકરાર થઈ. કેન્ટરબરીને ધર્માચાર્ય મરણ પામે, એટલે ત્યાંના સાધુઓએ તેને સ્થાને પોતાનામાંના એકની ચુંટણી કરી. સાધારણ રીતે રાજા અને પિપની અનુમતિથી આ પસંદગી થતી, પરંતુ સાધુઓ ડૅનને બરાબર ઓળખતા હતા, તેથી રાજાને પૂછયા વિના તેમણે આ નીમણુક કરી દીધી. જëનને આ વાતની ખબર પડતાં તેણે તે સ્થાને પિતાના એક માણસની નીમણુક કરી. જ્યારે પિપ પાસે તકરાર ગઈ, ત્યારે તેણે આ બંને નીમણુકે રદ કરી સ્ટીફન લેંગ્ટન નામના એક પવિત્ર અંગ્રેજ પડિતની તે જગાએ નીમણુક કરી. વ્હેન પોપની સામે થયે, અને તેણે આખા રાજ્યને ધર્મભ્રષ્ટ ગણવાનો હુકમ કાઢો. ચાર વર્ષ સુધી મંદિરમાં પ્રાર્થના થઈ નહિ, કઈ ધર્મક્રિયા ચઈ નહિ, કબરસ્તાનમાં મડદાં દટાયાં નહિ, અને લોકોને ભારે દુઃખ વેઠવું પડયું. ખરું જોતાં પિપનું આ પગલું ગેરવાજબી હતું, અને જëન લેકપ્રિય રાજા હતા, તો પિપનાં આવાં અયોગ્ય દબાણની સામો થઈ શકત. પરંતુ તેનાં અધમ કામ, તેની વિષયલંપટતા, તેનો લેભ અને તેની નિર્દયતાને લીધે એ પ્રજાને અકારો થઈ પડ્યો હતો. તેણે પિપના ફરમાનની દરકાર કરી નહિ, અને મરજીમાં આવે તેમ વર્તવા માંડયું. વળી પોપની આજ્ઞા માનનારા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy