SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ કરી નહિ; કેમકે એ ત્રિપુટીમાંથી કાઈ પણ રાજ્ય પર બીજાનું આક્રમણ થાય, તાજ તે સહાય આપવા બંધાયું હતું. એથી ઉલટું તેણે તે આસ્ટ્રિ સામે વિગ્રહ માંડયા. ચેટબ્રિટનના મિત્રો: આ પ્રમાણે જર્મની પેાતાની સત્તા દઢ કરતું હતું, તે દરમિઆન ગ્રેટબ્રિટન, ફ્રાન્સ, અને રશિઆ પેાતાના માર્ગમાં સાવધ રહેતાં હતાં. ઇ. સ. ૧૮૮૨માં ગ્રેટબ્રિટને સુદાનની વ્યવસ્થા કરવા માંડી, એટલે ફ્રાન્સને તેના પ્રત્યે અદેખાઈ થઈ. ગ્રેટબ્રિટન અફધાનિસ્તાન અને બાલ્કન રાજ્યામાં પણ રશિઅન નીતિને સંશયદૃષ્ટિએ જોતું હતું, એટલે તે ફ્રાન્સ અને રશિઆથી તટસ્થ થવા લાગ્યું. પરંતુ વીસમી સદીના આરંભમાં આ ઉભય રાયા જોડે તેણે સ્નેહભાવ કેળવવા માંડયેા. જર્મનીના વિલિયમ ૧લે મૃત્યુ પામતાં તેને પૌત્ર ખીજો વિલિયમ ગાદીએ આવ્યા. આ મહત્ત્વાકાંક્ષી તરુણ શહેનશાહે આસ્ટ્રિઆની સાથે રશિઆ જોડે મૈત્રી રાખવાની બિસ્માર્કની જીની નીતિ તજી દીધી, અને સંસ્થાના તથા વેપારની વૃદ્ધિ કરનારી જોસદાર નીતિ સ્વીકારી. તેણે આસ્ટ્રિઆની બાલ્કન રાજ્યે પ્રત્યેની નીતિને પ્રાત્સાહન આપી રશિઆ જોડે વેર ઉભું કર્યુ. બિસ્માર્કની કુનેહ દૂર થતાં જર્મનીએ પેાતાના લાખંડી પો ફેરવવા માંડયેા, એટલે યુરેાપનાં અનેક રાજ્યે આત્મરક્ષણ માટે વ્યગ્રતાપૂર્વક મિત્રોની શેાધ કરવા લાગ્યાં. ' ફ્રાન્સ હજુ જર્મનીએ આપેલા પરાભવનું વેર લેવાની વૃત્તિ તજી શકયું ન હતું. તેણે જર્મનીને જળસ્થળસૈન્યાની વૃદ્ધિ કરતું જોઈ અસહાય દશામાંથી અચવા માટે રશિઆ જોડે દેસ્તી બાંધી, ઇ. સ. ૧૮૯૦, ઈંગ્લેન્ડે ઇ. સ. ૧૯૦૨માં નવા ઉદય પામેલા જાપાન સાથે સંધિ કરી. બે વર્ષ પછી મિસર સંબંધી જુના વિરાધનું સમાધાન કરી ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ મૈત્રીનાં બંધને બંધાયાં. ફ્રાન્સ જોડે વિગ્રહ કરવા તૈયાર થઈ રહેલું જર્મની ઈંગ્લેન્ડના ભયથી પાછું પડયું. આવા ત્રણ પ્રસંગેા સ્મરણીય છે. ઇ. સ. ૧૯૦૪માં રશિઆ અને જાપાન વચ્ચે ધેાર સંગ્રામ થયા. તેમાં મા આર્ચર નામે રશિઆનું લશ્કરી મથક જાપાનને હાથ પડયું, અને જળયુદ્ધમાં રશિઆનું નૌકાસૈન્ય ચૂર્ણવિચૂણૅ થઈ ગયું. હવે રશિઆથી ઈંગ્લેન્ડને ભીતિ રાખવાનું કારણ ન રહ્યું, ફ્રાન્સના તાબાના મારાકોના પ્રશ્નમાં જર્મનીએ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy