SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ જબુત નૌકાસૈન્ય તૈયાર કરવા માંડયું. આથી ઘણુઓએ માન્યું કે ઈગ્લેન્ડ પર હુમલે કરવાની પૂર્વ તૈયારી ચાલી રહી છે. - યુરોપનાં રાજ્ય એકત્ર થઈ તુર્કસ્તાનનું રાજ્ય મૃતપ્રાય કરવાના પ્રયત્ન કરતાં હતાં, એટલે આત્મરક્ષાને અર્થે તુર્ક લેકે જેની સહાય મળે તે સ્વીકારી લેતા હતા. દરમિઆન જર્મન સમ્રાટે પિતાની મહેચ્છાની સિદ્ધિને અર્થ સુલતાન જોડે મૈત્રીસંબંધ કેળવવા માંડશે. ઈ. સ. ૧૮૯૦ અને ઈ. સ. ૧૯૧૪નાં વર્ષોમાં એ સંબંધ યુપની આંખમાં આવે તે જાપે. પરિણામે જર્મન વેપારી પેઢીઓને તુર્કસ્તાનમાં ખાસ લાભ અને હક આપવામાં આવ્યા. એક પેઢીને એશિઆ માઈનરથી ઈરાની અખાત સુધી રેલવે બાંધવાને હક આપવામાં આવ્યું. પરંતુ એ રેલવે બંધાય તે જર્મને તૈગ્રીસ નદીના પ્રદેશમાં આવી પહોંચે, અને બ્રિટિશ તથા તેમની વચ્ચે હિતવિરોધ ઉત્પન્ન થાય એમ હતું. ઇ. સ. ૧૯૧૪ સુધી બગદાદ રેલવે પૂરી બંધાઈ ન રહી. પણ આશરે ૧,૨૦૦ માઈલ સુધી બંધાઈ ગઈ. બલિન–બગદાદ રેલવે પૂરી કર્યા પછી જર્મનીને શું હેતુ હોય, તે કેણ કહી શકે તેમ હતું ?. ગ્રેટબ્રિટન અને જર્મની વચ્ચે ઉત્પન્ન થએલું વૈમનસ્ય દર્શાવનાર કેટલાક ઈતિહાસ પ્રસિદ્ધ પ્રસંગે અનુક્રમે વિચારવા જેવા છે; ફુગરને તાર, ૧૮૯૬; ટેસ્ટરની મુલાકાત, ૧૯૦૫; એસિરાસની પરિષ૬, ૧૯૦૬; અગાદીરને મામલે, ૧૯૧૨; ઈ. સ. ૧૯૧૪નું મહાયુદ્ધ. ઈ. સ. ૧૮૯૬માં મૂર્ખ ૉકટર જેમ્સન પોતાનાં માણસે જેડે ટ્રાન્સવાલ પર આક્રમણ કરીને પરાજય પામ્યો, ત્યારે જર્મન સમ્રાટે ત્યાંના પ્રમુખ ફુગરને તાર કરી તેના વિજય માટે અભિનંદન આપ્યું. તે સાથે ભવિષ્યમાં પ્રસંગ પડે ત્યારે સંપૂર્ણ સહાય આપવાનું વચન આપ્યું. આ બનાવથી ગ્રેટબ્રિટનને જર્મની પ્રત્યે રોષ ઉપજે. અલબત, જેસનનું કાર્ય નિંદવા યોગ્ય અને હીણપત લગાડનારું હતું, પણ તેથી જર્મની કુગરને અભિનંદન આપે એ વાત ગ્રેટબ્રિટનથી ખમાઈ નહિ. સહાય આપવાનું જર્મનીનું વચન માત્ર નામનું રહ્યું; કેમકે ઈ. સ. ૧૮૯૮-૧૯૦૨માં ફાટી નીકળેલા બોઅર વિગ્રહમાં જર્મનીએ અને જાણવા જેવી સહાય કરી નહોતી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy