SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ ઈ. સ૧૮૭૮ની સંધિથી ઓસ્ટ્રિઆને બોસ્નિઆ અને હર્ઝેગોવિનિઆને રાજ્યવહીવટ સોંપવામાં આવ્યો. ઇ. સ. ૧૯૦૮માં તેણે કઈને કહ્યા વિના એ પ્રાંતને પોતાના મુલકમાં ભેળવી દીધા. ચાર વર્ષ પછી ઈટલીએ લાગ જોઈ તુર્કસ્તાન સામે યુદ્ધ જાહેર કરી ઉત્તર આફ્રિકામાં આવેલે ટ્રિપલી પ્રાંત જીતી લીધે. - બાલકન વિહેઃ ઐસ્ટિઆની મહત્ત્વાકાંક્ષાથી ભય પામીને બગેરિઆના રાજા ફર્ડિનાન્ડ અને ગ્રીસના પ્રધાન નિઝિલેસની આગેવાની નીચે બાલ્કન રાજ્યએ સ્વાર્થ વિચારીને “બાકન સંઘની સ્થાપના કરી, ઇ. સ. ૧૯૦૯ ઇ. સ. ૧૯૧૨માં એ સંઘે તુર્ક સુલતાનને મેસિડેનિઆ પ્રાંતમાં સુધારા દાખલ કરવાને જણાવ્યું, અને યુદ્ધને માટે આગળથી તત્પર થએલાં રાજ્યોએ તુર્કસ્તાન વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. સુલતાન પરાજય પામે, અને ઘણે મુલક ખોઈ બેઠે. . આવા સંગમાં ગ્રેટ બ્રિટનના પરદેશમંત્રી સર એડવર્ડ ગ્રેએ લંડનમાં બાલ્કન રાજ્યની પરિષદ્ બોલાવી તે સાથે મહારાજ્યની પરિષદ્ ભરી, અને યુરોપની સત્તાતુલા સમાન રાખવાને પ્રયત્ન કર્યો. એ સંધિમાં ઠરાવવામાં આવ્યું, કે આબેનિઆ સિવાય યુરોપને ઘણોખરે પ્રદેશ સુલતાને છોડી દેવ, અને ગ્રીસ, સવિઆ, તથા મેન્ટીનીગ્રોએ તે મુલક વહેંચી લેવો, તેમજ આબેનિઆને સ્વતંત્ર રાજ્ય ગણવું. પરંતુ આ પ્રમાણે મળેલી લૂંટના ભાગ પાડવામાં બાલ્કન રાજ્ય લડી પડયાં, એટલે બીજે બાલ્કન રણસંગ્રામ મંડાયે. આમાં બગેરિઆ એકલે હાથે ગ્રીસ અને સર્વિઆ જોડે ઝૂઝયું; પણ પાછળથી રૂમાનિઓએ ગ્રીસનો પક્ષ કર્યો, એટલે બુખારેસ્ટની સંધિ કરી વિગ્રહની સમાપ્તિ કરવામાં આવી, ઈ. સ. ૧૯૧૩. | દરમિઆન બાલ્કન રાજ્યના લેભ અને દેશને લાભ લઈ તુર્કસ્તાને એઆિનેપલ અને ગ્રેસના મુલકે પાછા મેળવ્યા. પછી વધારે મુલક મેળવવાની તેની મહત્ત્વાકાંક્ષા સતેજ થઈ. આથી ઈ. સ. ૧૯૧૪માં યુરોપની ભયંકર યાદવાસ્થળી થઈ, ત્યારે તેમાં ભાગ લેવા માટે તુર્કસ્તાન સજજ થયું. ગ્રેટ બ્રિટન અને જર્મની: વિકટોરિઆના અમલમાં માત્ર સ્લેશ્વીગ અને ડાનના પ્રશ્નને યુરોપને ખળભળાવી મૂક્યો હતો. તે સિવાય ગ્રેટ બ્રિટન અને
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy