SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ રાખ્યું, પણ ઇ. સ. ૧૮૨૯ની સંધિથી ગ્રીસને કાયમને માટે તુર્કસ્તાનથી સ્વિતંત્ર બનાવ્યું. પાર્ટનની દેશાંતર નીતિઃ યુરોપમાં આ પ્રમાણે અવ્યવસ્થા અને રાજ્યક્રાનિત પ્રવતી હતી, ત્યારે ઈગ્લેન્ડની દેશાંતર નીતિને સૂત્રધાર પામર્સ્ટન હસ્તે. તે મહા ચતુર, દૂરદર્શી, તેજસ્વી અને રાજનીતિમાં નિપુણ હતું. કેનિંગે સ્વીકારેલી તટસ્થ નીતિ છોડી દઈ યુરેપના મામલામાં હાથ નાખવે, ઈિગ્લેન્ડની પ્રતિષ્ઠા વધારવી, તેનું હિત સંભાળવું અને વધારવું, અને ઈંગ્લેન્ડની પરરાજ્ય પાસે મહારાજ્ય તરીકે ગણતરી કરાવવી, એવી તેની મહેચ્છા હતી. ૩૫ વરસના ગાળામાં થોડાં વર્ષો સિવાય બધે વખત ઈંગ્લેન્ડની પરાજ્ય નીતિનું તંત્ર તેની પાસે રહ્યું. તે દરમિઆન ઈંગ્લેન્ડ પરદેશીઓથી બેપરવા રહે, અને પરદેશીઓ ઈગ્લેન્ડના ગરજાઉ બને, એ તેની નીતિને મર્મ હતે. તે કેસલરીધ અને કેનિંગના શિષ્ય સમે હતો. તેણે બ્રિટિશ સામ્રાજ્યના હિત પ્રત્યે દષ્ટિ ઠેરવી રાખી. ફ્રાન્સ એજીરિયામાં આગળ વધે, કે પિરિનીઝ ની પેલી પાર વગ વધારે, એ વાત તેને પરવડતી ન હતી. વળી પેન ફિન્સનું ઉપરાજ્ય બની પોર્ટુગલને પિતાની જોડે ખેંચી લે, અને ટેગસ - નદીમાં અંગ્રેજી વેપારી વહાણોની આવજા થતી અટકાવી ન દે, તે માટે આ બંધે મંત્રી હંમેશાં ખબરદારી રાખ્યા કરતો. પોર્ટુગલમાં તેણે મેરિઆને સકારણ મદદ કરી હતી. પોર્ટુગલમાં ગાદી માટે યુદ્ધ ચાલતું હતું, ત્યારે સ્પેનમાં પણ એવા કારણસર ખૂનરેજી ચાલતી હતી. સ્પેનને રાજા ત્રણ વર્ષની બાળ કુંવરીને મૂકી મરણ પામ્યો, એટલે તેના ભાઈ ડોન કોલેસે દાવો કર્યો, કે સ્પેનની ગાદી ઉપર સ્ત્રીને કાયદાપૂર્વક હક પ્રાપ્ત થતું નથી, અને હુંજ ખરે હકદાર છું. પામર્સ્ટને કુંવરીને પક્ષ લઈ અંગ્રેજોને સ્પેનના સૈન્યમાં જોડાવાની રજા આપી. આખરે કાર્લોસના પક્ષકારે નબળા પડ્યા, રાણી સાબેલ ગાદીએ આવી, અને સ્પેનમાં બંધારણપૂર્વકને રાજ્યવહીવટ દાખલ થયે. સ્વતંત્ર બેલજીયમ યુરેપના છેલ્લા મહાવિગ્રહમાં મશહુર થએલા ભેજીયમની સ્વતંત્રતાને ઈતિહાસ કંઈ જુને નથી. સોળમા અને સરમા કામાં એ દેશ એનના અધિકાઢ્યાં હતાં, પણ અઢારમા સૈકામાં આિના અમલ નીચે આવ્યા. ઇ. સ. ૧૮૧૫માં વિનાની પરિષદે તેને હલેન્ડ જોડે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy