SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ર હૅનરી અને એકટ: આ પ્રતાપી રાજાએ મુલ્કી રાજ્યવહીવટમાં સુધારા કર્યાં, તે પછી ધર્મખાતામાં પેઠેલા સડે। દૂર કરવા ધાર્યું. પાદરીઓની સત્તા ઘણી વધી પડી હતી, અને ધર્મખાતામાં ઘણી અવ્યવસ્થા હતી. વિલિયમ ૧લાએ ધર્મખાતાની જુદી અદાલતા સ્થાપી હતી, પણ તેનું પરિણામ જતે દિવસે ઉલટું આવ્યું. પાદરીએ પાપતેજ અધિપતિ માનતા, અને તેની આજ્ઞા હાય તેા રાજાની મરજી વિરુદ્ધ વર્તતા. તેઓ દેશની જાગીરા ભાગવતા, છતાં દેશના સામાન્ય કાયદાના ભંગ કરતા. કાઈ પાદરી ગુને કરે, તે તેને ઈન્સાફ ધર્મખાતાની અદાલત મારફતે થતા. આ અદાલતમાં શિક્ષા નજીવી થતી. એક સામાન્ય ખૂનીને દેશના કાયદા પ્રમાણે મેાતની સજા થતી; પણ કાઈ પાદરીએ ખૂન કર્યું હોય, તો તેને ધર્મ બહાર મૂકવામાં આવે, હલકી પાયરીએ ઉતારવામાં આવે, કંઈક હલકું પ્રાયશ્ચિત્ત · કરવાની સજા થાય. હેનરીને આ ઉધાડે અન્યાય ખૂંચવા લાગ્યા, અને તેણે તે માટે ઉપાયે શેાધવા માંડવા. તેણે ચેાગ્ય સુધારા દાખલ કરવાની હાંસમાં થામસ–એ–એકેટ નામના પંડિતને કેન્ટરબરીને ધર્માચાર્ય બનાવ્યેા.૧ એવામાં એક પાદરીએ ખૂન કરી ફાંસીની સજામાંથી બચી જવા માટે ધર્મખાતાની અદાલતનું શરણ લીધું. હેનરીએ સરદારાની સભાને દેશના જુના ૧. એકેટ એક પૈસાદાર વેપારીનો પુત્ર હતા. તેણે ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરી કેટલીક પરદેશી વિદ્યાપીઠેામાં ઉચ્ચ અભ્યાસ કર્યા હતા. તેની બુદ્ધિમત્તાથી આકર્ષાઇને રાનએ તેને મંત્રીપદ આપ્યું હતું. તે વખતે તે ઘણા ખદબાથી રહેતા. તેના ઉપર રાજાની મહેરબાની પણ ઘણી હતી. ઘણી વાર બેકેટના ધર આગળથી નીકળતાં રાજા રોડા પરથી ઉતરી અંદર જતા, અને પ્રસંગેાપાત ત્યાં જમવા પણ બેસી જતા. રાજ્યને મશ્કરી કરવાની ટેવ હતી. એક વખત શિઆળામાં રાજા અને બેકેટ ધૅાડા ઉપર મેસીને ફરવા જતા હતા, ત્યાં ટાઢે થરથરતા એક ભિખારીને જોઇ રાજાએ બેકેટનો જ઼ીમતી ઝખ્મા આપી દેવા સારૂ તેના પર હાથ નાખ્યો; બેકેટ તે તાણી રાખ્યો એટલે ખેંચાખેંચ ચાલી; પણ આખરે ભિખારીને સ્વપ્નામાંએ નહિ એવું એઢવાનું મળ્યું. આટલી મિત્રાચારીનેલીધે રાજા એમ માનતા હતા, કે ધર્મ ખાતાનો વહીવટ સુધારવામાં એકેટ મને મદદ કરશે. બેકેટ તા તરતજ કહ્યું હતું, કે “ અત્યારે આપ મારા પર જેટલો પ્રેમ રાખે છે, તેટલોજ પછી મને ધિક્કારશે; કેમકે આપ ધર્મના વહીવટમાં એટલા બધા વચ્ચે પડે। છો, કે હું તે ચાલવા દઈશ નહિ. ’
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy