SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 4 ઇંગ્લેન્ડની ગાદી મળવાથી હેનરી ઘણું મુલકને સ્વામી થયે તેને પિતાના બાપ પાસેથી આંજૂ અને ટુરેન પ્રાંત મળ્યા અને માં તરફથી મેમંડી. ઇંગ્લેન્ડ, અને મેઈને મળ્યાં; વળી ફ્રાન્સના રાજાએ છુટાછેડા આપેલી રાણી જોડે લગ્ન કરીને તે પિટું વગેરે કેટલાક પ્રાંતને માલિક બન્યો, અને પિતાના એક પુત્રના લગ્નસંબંધથી તેને બ્રિટની પ્રાંત મળ્યો. - આવા મોટા રાજ્યની માલિકી ઉપરાંત હેનરીને બીજા કુદરતી લાભ પણ મળ્યા હતા. તે ઉધોગી ને ઉત્સાહી હતા, અને તેની ચપળતાથી તેને ‘Unresting” એવું ઉપનામ મળ્યું હતું. તેને સ્વભાવ ઉગ્ર હતો, છતાં પિતાના સ્વભાવ પર તે કાબુ ધરાવી શકતો. તે પ્રમાણિક, એકવચની, અને ક્ષમાશીલ હતો. તેણે સારી વિદ્યા સંપાદન કરી હતી. રાજકીય ઉપાધિઓમાંથી. જે સમય ફાજલ પડતે, તે સમયે તે વાંચવામાં કે ગંભીર તત્ત્વચિંતન કરવામાં ગાળતો. વિદ્યાને લીધે તેનામાં જે સંસ્કાર આવ્યા હતા, તેથી તેની રાજનીતિમાં ડહાપણું ને દઢતા દેખાતાં. જે તીક્ષ્ણ બુદ્ધિ અને અસાધારણ શક્તિથી તે વિદ્વત્તા મેળવી શક્યો, તે તેની યુદ્ધકળામાં પણ ખીલી નીકળતી. અનેક લડાઈઓમાં મોખરે રહીને તેણે પોતાના લશ્કરને વિજય અપાવ્યો હતો. વળી મનુષ્યસ્વભાવની ઉડી પરખને લીધે તે અમલદારેની યોગ્ય પસંદગી કરી શકતો. રાજ્યવ્યવસ્થાઃ આવા વિલક્ષણ ગુણ અને સ્વભાવવાળા રાજાએ ચાદીએ આવતાં જ પોતાની શક્તિ અને સત્તાને પરિચય કરાવ્યું. અનેક વર્ષોથી અમીરે સત્તાના મદમાં ઉન્મત્ત બની ગયા હતા, તેમને ઠેકાણે લાવવાનું કામ તેણે પ્રથમ હાથમાં લીધું. છેલ્લી અંધાધુંધીના વખતમાં અનેક અમીએ રાજાની રજ વિના કિલ્લા બાંધ્યા હતા, તે સર્વને તોડી પાડવાને તેણે હુકમ કર્યો. પિતે યુદ્ધમાં હોય, ત્યારે પણ રાજ્યવ્યવસ્થા નિયમિત રીતે ચાલ્યા કરે, તે માટે તેણે ચાર હેશિયાર મંત્રીઓને સઘળો રાજ્યકારભાર સોંપી દીધે. તેણે ન્યાય આપવાની પદ્ધતિમાં કેટલાક અગત્યના ફેરફાર કર્યા તેણે ન્યાયાધીશોને પરગણુમાં મેલવા માંડયા, અને હાલની પંચ (Jury) ની બીજભૂત પદ્ધતિ દાખલ કરી. તેણે ઘણું અસી. પાસેથી ન્યાય આપવાનો અધિકાર છીનવી લીધો, અને યોગ્ય અધિકારીએ નીમીને રાજસત્તાને મજબુત કરી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy