SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦પ હેય ? એ સાથે કેનિંગ જેવા ઉદારચિત્ત અને ન્યાયપ્રિય નીતિજ્ઞ એમ કહીને વિરુદ્ધ પડતા, કે મતાધિકારનો વિસ્તાર થવાથી અમીર અને જમીનદારોની લાગવગ ઓછી થશે, અને તેથી પાર્લમેન્ટમાં બુદ્ધિશાળી અને શક્તિમાન, મનુષ્યોની સંખ્યા ઘટવા લાગશે. આ ઉપરાંત વેલિંગ્ટન જેવો ચુસ્ત ટેરી લશ્કરી દમામથી કહેતો કે મારા અમલ દરમિઆન સુધારણાના કેઈ પણ. કાયદાનો વિરોધ કરે એ મારે મન ધર્મ સમાન છે. પરંતુ વિલિયમના રાજ્યારોહણ પછી યુરેપમાં આવેલી સ્વાતંત્ર્યપ્રિયતાની ભરતી ઈગ્લેન્ડમાં. ચડી. આખરે નવી પાર્લામેન્ટમાં સુધારાની તરફદારી કરનારા સભ્યોની સંખ્યા વધારે આવી, એટલે વેલિગ્ટને મંત્રીપદને ત્યાગ કર્યો. આમ ૨૩ વર્ષના લાંબા, ગાળા પછી વિહગ પક્ષ પુનઃ પ્રજાસ્વાતંત્ર્યનો પક્ષ કરીને અધિકારમાં આવ્યો. લેંડ ગ્રે મુખ્ય મંત્રી થયે, અને લૈર્ડ મેમ્બેર્ન અને પામર્સ્ટન જેવા પ્રગતિ પ્રિય ટોરી, અને પ્રસિદ્ધ વક્તા લૈર્ડ બુહામ, સુવિખ્યાત ઇતિહાસકાર લૈર્ડ મેકોલે અને લૈર્ડ જëન રસેલ જેવાં દેશનાં રત્નને તેણે મંત્રીમંડળમાં સ્થાન આપ્યું. ગ્રે તે પિકારી પિકારીને કહેવા લાગે, કે યુરેપનાં અન્ય રાજ્યમાં મચી રહેલા ઉત્પાત અને આંતર વિગ્રહની પુનરાવૃત્તિ ઈલેન્ડમાં થવા દેવી ન હોય, તે પાલમેન્ટમાં અવશ્ય સુધારણા થવી જોઈએ. આમની સભા જમીનદારો અને શ્રીમતિની ખાનગી મિલ્કત ટળી જઈને કાઈ પણ યોગ્ય મનુષ્યને સ્થાન આપનારી તેમજ પ્રજાહિતનું પરમ લક્ષ્ય રાખનારી જાહેર સંસ્થા થવી જોઈએ. રસેલે આ મહાકાર્યની સિદ્ધિને અર્થે કમર કસી. ચૅર્જ ૩જાના મૃત્યુ પૂર્વે આ મહાપુરુષે ચાર કસ્બાઓને મતાધિકાર ખેંચી લેવાની દરખાસ્ત આ| હતી, પણ બીજાઓના દુરાગ્રહને લીધે તે હાર્યો હતે. ઈ. સ. ૧૮૩૧માં તેણે સુધારણાને ખરડો આણ્યો, અને આમની સભામાં મેટી બહુમતીથી તે મંજુર થયો, પણ અમીરેએ તે ફેકી દીધો. પરિણામે દેશમાં કેલાહલ મચી રહ્યો, પ્રજાપ્રકોપને સર્વભક્ષી અગ્નિ સમસ્ત દેશમાં ફરી વળ્યા, અને ઠામઠામ તેફાન મચ્યાં. મગહેમમાં ભરાએલી સભામાં હાજર રહેલાઓએ ઉઘાડે મસ્તકે હાથ ઉંચા રાખીને પ્રતિજ્ઞા કરી, કે આ ખરડો પસાર ન થાય તો આપણે કર ભરવા નહિ, અને ગમે તે સંકટ સહીને પણ આપણે અને આપણું સંતાનોએ અડગ નિષ્ઠાપૂર્વક દેશકલ્યાણના
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy