SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ચઢી આવ્યા, એટલે કેટલાક અમીરાએ તેના પક્ષ લઈ હેનરી સામે બંડ કર્યું પણ તેમનું કંઈ વળ્યું નહિ. રેબર્ટ કેદ પકડાયા, અને તેામેડી હેનરીના હાથમાં આવ્યું. હેનરીએ એડવર્ડ ભગતના કાયદા પ્રમાણે ચાલવાનું વચન આપી પ્રજાની પ્રીતિ સંપાદન કરી. તેણે જુના સેકસન વંશની એક રાજકુંવરી સાથે લગ્ન કર્યું, અને અંગ્રેજોને પોતાના મિત્રા બનાવ્યા. તેણે દેશમાં સુધારા દાખલ કરી સુરાજ્ય સ્થાપ્યું, એટલે રંક કે રાય સર્વને સરખા ન્યાય મળવા લાગ્યા. પરિણામે રાજ્યની આવક પણ વધી. હેનરી ૧લાના અમલમાં પ્રજાજીવનમાં જાણવા જેવા ફેરફાર થયા. નામડીના યુદ્ધ વખતે ફ્રેન્ચ સિપાઈઓ જોડે લડવાને અંગ્રેજોનેા ભય દૂર થઈ ગયા એટલુંજ નહિ, પણ પેાતે તેમને જીતી શકે તેવા બળવાન છે, એવા આત્મવિશ્વાસ તેમનામાં આવ્યું. આ યુદ્ધમાં ભાગ લેનાર બંડખાર અમીરાની જાગીરે જપ્ત કરી હેનરીએ ખીજા સરદારાને વહેંચી આપી. આ નવા અમીરા ઈંગ્લેન્ડને સ્વદેશ માનવા લાગ્યા, અને તેમણે અંગ્રેજો જોડે લગ્નસંબંધ પણ બાંધ્યા. આમ તેમને અને અંગ્રેજોના ભેદભાવ લુપ્ત થવા લાગ્યા. સામાન્ય પ્રજા અંગ્રેજી ભાષા ખેાલતી, પણ રાજદરબારમાં ફ્રેન્ચ ભાષા વપરાતી. નેર્મન લેાકાએ ધીરેધીરે અંગ્રેજી ભાષા સ્વીકારી. અંગ્રેજ પ્રજા નાર્મન લેાહીના મિશ્રણથી સંસ્કૃત, સાહસિક અને ચતુર બની, તેમ ફ્રેન્ચ ભાષાના મધુર સંમિશ્રણથી અંગ્રેજી ભાષા સમૃદ્ધ અને સંસ્કારી બની. સ્ટીફનઃ ૧૧૩૫-૧૧૫૪. પાછ્યા વખતમાં હેનરી ૧લા જેની ચિંતા ર્યા કરતા હતા, તે વાત તેના મૃત્યુ પછી બની. હેનરીના મરણ પછી તેની પુત્રી મટિલ્ડાને ગાદી ઉપર હક હતા, પણ એક સ્ત્રી રાજ્ય ચલાવે એ વાત લાકાને અને અમીરાને ગમી નહિ. એવામાં હેનરીનેા ભાણેજ સ્ટીફન ફ્રાન્સથી ઉતરી આવ્યા, એટલે લેાકાએ તેને સહર્ષ સત્કાર કરી તેને રાજગાદી આપી. પરિણામે ગાદી માટેની તકરાર શરૂ થઈ. કેટલાક અમીરીએ સ્ટીફનના પક્ષ લીધા; પણ કેટલાક મટિલ્ડાના પક્ષમાં રહ્યા. સ્કાટ લેકા રાણીનેા પક્ષ લઈ લવા આવ્યા, પણ તેઓ હાર્યાં (ઇ. સ. ૧૧૭૮), અને દેશમાં લડાઈ શરૂ થઈ. ઓગણીસ વર્ષ સુધી દેશમાં અરાજકતા રહી. પરંતુ છેવટે લડાઈથી
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy