SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ દેશ પણ અજાણે, અને સામગ્રી પણ શેડી અને ખરાબ હતી, છતાં વેલેસ્લીએ તાલેવરાના યુદ્ધમાં સંપૂર્ણ જય મેળવ્ય, ઈ. સ. ૧૮૦૯. તેના આ ઉજજવળ પરાક્રમના બદલામાં તેને વેલિંગ્ટન ડયૂક બનાવવામાં આવ્યું. વિજયને અંતે પાછા વળતા વેલિંગ્ટનની પૂઠે ફેન્ચ સરદારે નાસતા શિકારની પાછળ પારધીઓની પેઠે દેડિયા, એટલે તે લિઅન પાછો ગયો. ત્યાં તેણે ટેરેસ ગ્રાસને ત્રેવડે અભેદ્ય દુર્ગ રચી શત્રુઓને હંફાવવાની પેરવી કરી. આ દુર્ગ લેવાની અથવા તો શત્રુને યુદ્ધ માટે બહાર બોલાવવાની ફેન્ચ સરદારની અનેક યુક્તિઓ નિષ્ફળ ગઈ, એટલે ફેન્ચ સિન્યને પોર્ટુગલ છોડવું પડયું, ઈ. સ. ૧૮૧૧. હવે વેલિંગ્ટને દુર્ગમાંથી નીકળી પરાક્રમની અખંડ પરંપરા દર્શાવવા માંડી. આખુરા પાસે ફેન્ચ સૈન્યને પરાભવ કરી તેણે સુડેડ રેગિ અને બડેજેસ નામના સરહદ પરના અગત્યના બે કિલ્લા કબજે કર્યા, ઇ. સ. ૧૮૧૨. પછી સાલામાન્કાના યુદ્ધમાં જય મેળવી મેરિડ હાથે કર્યું, અને ઇ. સ. ૧૮૧૩માં વિટારિયાના યુદ્ધમાં ફેન્ચ સૈન્યને છેલ્લે પ્રહાર કરી સ્પેન છેડી જવાની ફરજ પાડી. પરાક્રમી ફેન્સે પાછા હઠયા પણ એકદમ નમ્યા નહિ; નવ દિવસ અને નવ રાત સુધી પિરીનીઝ પર્વતની સાંકડી, અંધારી, અને વેરાન ખીણોમાં બંને પક્ષો વચ્ચે હાથે હાથ જીવલેણ યુદ્ધ ચાલ્યું. અંતે આ યુદ્ધમાં એ મરણઆ ફેન્ચ સૈનિકે અંગ્રેજ શાને ધીમે ધીમે નમ્યા. સાથે સાથે ટુલુઝના યુદ્ધમાં પણ ફેન્ચ સૈન્ય હારવાથી દ્વીપકલ્પીય વિગ્રહની પૂર્ણાહુતિ થઈ. એ પછી વેલિંગ્ટને પરાક્રમી અને જયવંત સૈન્ય સહિત ફ્રાન્સની પુણ્ય ભૂમિમાં પગલાં કર્યો. વિગ્રહના અંતને આરંભ: રશિઆને શહેનશાહે નેપોલિયન ડે પહેલેથી સંધિ કરી હતી. પરંતુ બર્લિનના ફરમાન પ્રમાણે વર્તવાનું તેને અનુકૂળ આવતું ન હતું, એટલે તેણે ફ્રાન્સ જોડેની સંધિનો ભંગ કર્યો. બેવચની શહેનશાહને સખત શિક્ષા કરવા એક બાજુએ ઈ. સ. ૧૮૧૨માં વેલિંગ્ટન સાલામાન્કાનું યુદ્ધ લડી રહ્યો હતો, ત્યારે બીજી બાજુએ નેપોલિયન છ લાખ સૈનિકે સાથે મેક્કે પહોંચે. પરંતુ રશિઅને સંધિ કરવાને બદલે નગર છોડી નાઠા હતા, અને આસપાસના પ્રદેશ ઉજ્જડ કરેલ હતો. આમ ફ્રેન્યો મોઢે સુધી ગયા ખરા, પણ રાત્રે નગરમાં તેમના સૈન્યની દુર્દશા બેઠી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy