SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સબંધી નીતિઃ મુલ્કી રાજ્યવહીવટમાં સર્વોપરિ સત્તા રાજાની હોવી જોઈએ, એ વિલિયમની ધર્મ સંબંધી નીતિમાં પ્રત્યક્ષ થતું હતું. તેણે ધર્મસ્થાનના વહીવટમાં સુધારા દાખલ કર્યા અને ધર્માચાર્યો પવિત્ર અને નીતિમય જીવન ગાળે એવા નિયમે રચ્યા. તેણે ધર્મગુરુઓને માટે જુદી અદાલત સ્થાપી, છતાં તેના ઉપર પિતાનું આધિપત્ય રહે એવી વ્યવસ્થા કરી. રાજાની સંમતિ વિના ધર્માચાર્યો સભા મેળવી શકે નેહિ કે કોઈ પણ ધારે ઘડી શકે નહિ, એ પ્રતિબંધ વિલિયમે દાખલ કર્યો. છેલ્લાં વર્ષો વિલિયમનાં છેલ્લાં વર્ષો દુઃખમાં ગયાં. તેના સરદારેએ બંડ કર્યું, તેને પુત્ર સામો થઈ ગયો, અને તેની વિરુદ્ધ અનેક કાવતરાં થયાં. આ સર્વની સામે થવાને તેનામાં ઉત્સાહ કે શક્તિ રહી ન હતી. ઈ. સ. ૧૦૮૭માં ફ્રાન્સ જોડે યુદ્ધ થયું, તેમાં વિલિયમના લશ્કરે મેન્ટીઝ નગર બાળ્યું. એ જેવા તે પિતે ત્યાં ગયો હતો, ત્યાં તેના ઘેડાના પગ નીચે ધગધગતા અંગારો આવવાથી ઘેડો ચમક્યો. એથી વિલિયમને ઈજા થઈ અને તે મરણ પામે. અંગ્રેજ લેકે માથું ઉંચું ન કરી શકે તેવી રીતે નર્મન સત્તાને મજબુત પાયે નાખી “વિજેતા વિલિયમ મરણ પામ્યો. તેનામાં અનેક દેષો હોવા છતાં તે સારે રાજા હતા. તેણે અંગ્રેજ કાયદાને માન આપ્યું, જુનું રાજ્યબંધારણું બને તેટલું કાયમ રાખ્યું, અને અંગ્રેજ રાજકર્તા તરીકેજ દેશમાં એકતા અને વ્યવસ્થા આપ્યાં. નર્મના અમલથી ઇંગ્લેન્ડને બીજા અનેક લાભ થયા. નોર્મનેએ શરૂઆતમાં તો ગરીબ કે ધનિક સર્વને એકસરખી રીતે રંજાડવા માંડ્યા એ ખરું, પણ તેથી અંગ્રેજ પ્રજામાંથી અંદર અંદરનો ભેદભાવ ટળી ગયે, અને એક પ્રજાતત્ત્વની ભાવના ઉત્પન્ન થઈ. વળી ઇંગ્લેન્ડ યુરોપના બીજા દેશોના સંસર્ગમાં આવ્યું. પરદેશી વેપારીઓ, કારીગરે, . ૧. સ્વતંત્રતાના શોખીન અંગ્રેજોને શરૂઆતમાં ખૂચે તે એક બીજે ધારે વિલિયમે કર્યો. અત્રે આઠ વાગે ઘંટ વાગે કે તરત જ બધા લોકેએ અગ્નિ બુઝાવી રાખ. તે સમયે ઇંગ્લેન્ડમાં લાકડાનાં ઘર ઘણાં હતાં, તેથી અવચેતી માટે આ ધો હતો. આ ઘેટને The Curfew Bell કહેવામાં આવતું. સરખડિવોઃ - The Curfew tölls the knell of parting däy. Gray)
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy