SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯ અને બકે સંસ્થાનીઓને પક્ષ લઈને ભાષણ કરવા માંડયાં. રૉકિંગહામે આ આકારે કાયદો રદ કરી સંસ્થાનીઓનાં મન રંજિત કર્યો, પણ સંસ્થાનો માટે તેમની સંમતિ વિના કાયદા ઘડવાનો બ્રિટિશ પાર્લમેન્ટને અધિકાર છે, એવા અર્ચનો કાયદે કરી તેમના રેષાગ્નિને સચેત રાખે. ઇ. સ. ૧૭૬૭માં પિટ્ટના અમલ દરમિઆન તેની ગેરહાજરીમાં ટાઉનશેડે ચા, કાચ, અને કાગળ ઉપર જકાત નાખવાનો કાયદો કર્યો. હવે સંસ્થાનીઓ કટિબદ્ધ થયા. લેડ થે બધી વસ્તુઓ પરની જકાત રદ કરી, પણ બ્રિટિશ પાર્લામેન્ટનું ઉપરીપણું સિદ્ધ કરવા અને સંસ્થાનો ઉપર કર નાખવાનો હક સાબીત કરવા માત્ર ચા ઉપરની જકાત કાયમ રાખી. આવી જકાતની આવક બહુ થાય તિમ ન હતું, પણ હવે વાત મમતે ભરાઈ. સંસ્થાનમાં તે જબરો કોલાહલ મ; તેમને પિતાનું અપમાન થતું લાગ્યું. કેટલેક સ્થળે તે ઉત્સાહી પણ અધીરા માણસોએ તોફાન મચાવ્યું, અને તેમાં કેટલાક સંસ્થાનીઓ અંગ્રેજી સૈનિકોને હાથે માર્યા ગયા. વાતનું વતેસર થયું. એ તોફાનને મેટો હત્યાકાંડ ગણવામાં આવ્યું. ઈ. સ. ૧૭૭૩માં કેટલાક દુરાગ્રહી સંસ્થાનીઓએ ઇન્ડિઅનોનો વેશ પહેરી બેસ્ટન બંદરમાં પડેલાં જહાજો ઉપર ચડી જઈ અંદરની તમામ ચા સમુદ્રમાં ફેંકી દીધી. ઈલેન્ડમાં આ સમાચાર આવતાં સરકારનો ગુસ્સો માઝા મૂકી ગયે. પરિણામે મેસેચુસેટ્સ સંસ્થાનમાં લશ્કરી કાયદો જાહેર કરવામાં આવ્યો, તેની સનદ લઈ લેવામાં આવી, અને બેસ્ટન બંદર બંધ કરવામાં આવ્યું. બેન્જામિન ફેંકિલન જેવા શાંત વિચારકે સમાધાન કરવા પ્રયત્ન ક્ય. રાજા અને પુણ્યપ્રકોપથી પ્રજળી ઊઠેલી પ્રજા વચ્ચેના કલહનો નિર્ણય શસ્ત્રથી થવાનું નિર્માયું હતું. અમેરિકાને સ્વાતંત્ર્યવિગ્રહઃ ઇ. સ. ૧૭૭૫–૧૭૮૩. આજે ઈલેન્ડને રોષ મેસેચુસેટ્સ ઉપર ઉતર્યો તે કાલે બીજા કિઈ ઉપર ઉતરે. હવે વધારે નિશ્ચય અને બળપૂર્વક સામે થવાની જરૂર છે, એમ વિચારી જર્યોજિઆ વિના બીજાં સસ્થાનોના પ્રતિનિધિઓની એક સામાન્ય પરિષ૬ ફિલાડેઆિમાં મળી, ઈ. સ. ૧૭૭૪. તેમણે અન્યાયી કર ૨દ કરવાની અને સંસ્થાને પિતાને કર નાખવા દેવાની માગણું કરી. પરંતુ તેમનું ૧. તેમના આ પરાક્રમને Bosten Tea Party' કહેવામાં આવે છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy