SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ થયા. શત્રુઓને અણધાર્યા આવેલા જોઈ સ્તબ્ધ થઈ ગએલા ફ્રેન્ચોમાં લડ વાનું જોમ રહ્યું નહિ. પરંતુ એ જેવા તેવા યુદ્ધમાંએ બંને પક્ષના સેનાપતિ મરાયા, કવેએક શરણુ થયું, અને ત્રણ દિવસ બાદ અંગ્રેજ સૈન્યે કવેબેકમાં પ્રવેશ કર્યાં. ખીજે વર્ષે અંગ્રેજોએ મેાન્ટ્રીઅલ લીધું, એટલે કેનેડાના પ્રદેશ અંગ્રેજ અધિકાર નીચે આવ્યેા. અમેરિકામાંની ફ્રેન્ચ સત્તાના અંત આવ્યેા. દરમિઆન દરિયાપારના હિંદમાં અંગ્રેજોતા જેજેકાર થઈ રહ્યો. ઇ. સ. ૧૭૫૬માં બંગાળાના નવાબ સિરાજ–ઉદ્-દૌલાએ અંગ્રેજો જોડે કલહ કરીને કલકત્તાની કાઠી ઉપર ચડાઈ કરી; પણ થેાડા સમયમાં તેને પાછા ફરવું પડયું. નવાબ અંગ્રેજોની વિરુદ્ધ ફ્રેન્ચા જોડે ખટપટ કરે છે એમ કહી કલાઈ વે નવાબ પર ચડાઈ કરી, અને ઇ. સ. ૧૭૫૭માં પ્લાસીના પ્રખ્યાત યુદ્ધમાં તેને હરાવ્યા. નામર્દ નવાબ જીવ બચાવવા રણભૂમિમાંથી નાઠે, અને હિંદમાં અંગ્રેજ સતાની સ્થાપના થઈ. એ દરમિઆન ફ્રેન્ચ સુખા લાલીએ અંગ્રેજોને હાંકી કાઢવા ફોર્ટ સેંટ ડેવિડ જીતી લીધા, અને મદ્રાસ પર હલ્લા કર્યાં; પણ સર આયર ફૂટે વાન્ડીવાશના યુદ્ધમાં ડગમગતી ફ્રેન્ચ સત્તાને છેલ્લા ફટકા માર્યાં, ઇ. સ. ૧૭૬૦. પછી ઇ. સ. ૧૭૬૧માં અંગ્રેજોએ કારિકલ, જીં, અને પાંડીચેરી જીત્યાં, એટલે કર્ણાટકમાંથી ફ્રેન્ચાની રહીસહી પ્રતિષ્ઠા ચાલી ગઈ. ૧. વુલ્ફ ઘવાઈ નીચે પડયા પછી ફ્રેન્ચ સૈન્યે નાસવા માંડયું. એ જોઈ ને કાઈક બાલ્યું “નાઠા ! નાઠા ! ” “કાણુ ! ” વુલ્ફે શ્વાસ થંભાવીને પૂછ્યું . “ શત્રુ ” એને જવાખ સાંભળીને તે સહર્ષ ખેલ્યા, “પ્રભુના પાડ માને!! હવે હું સુખે મરીશ.' મેાન્ટકામની પણ કર્તવ્યનિષ્ઠા એવીજ. એ જ્યારે પડયા અને સાંભળ્યું, કે હવે શરીર ટંકે તેમ નથી, ત્યારે શાકપૂર્ણ સ્વરે કહેવા લાગ્યા કે “એટલુંએ ઠીક થયું; વેબેક પડે તે જોવાને હું જીવતા રહીશ નહિ. ” વુલ્ફની પ્રશંસામાં ‘કાઉપર’ કહે છે કેઃ Wolf, wherever he fought, Put so much of his heart into his act, That his example had a magnet's force, And all were swift to follow whom all loved.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy