SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સાહથી ભરેલા આ જુવાન રાજદ્વારીએ અડગ આત્મશ્રદ્ધાથી કહ્યું, કે હું એકજ દેશને આ સંકટમાંથી તારી શકીશ; બીજા કેઈનું કામ નથી.' પ્રખર બુદ્ધિશાળી અને પ્રવીણ રાજદ્વારી પિષ્ટ અધિકાસ્પદ આવતાં યુદ્ધને રંગ ફરી ગયે. માણસે ઉપર અસર કરવાની તેની શક્તિ અભુત હતી. તેના ઘડીભરના પરિચયમાં આવનાર તેના ઉત્સાહની જાદુઈ અસરથી બદલાઈને ફરી જ. તે માનો કે ઈલેન્ડે સંસ્થાનોમાં યુદ્ધ કરવાની જરૂર છે; યુરોપમાં યુદ્ધ કરવાની માત્ર એટલી જરૂર છે કે કેન્ચ સૈન્ય અહીં રોકાઈ રહે, અને સંસ્થાને પૂરી સહાય આપી શકે નહિ, એટલે ઈગ્લેન્ડનું કાર્ય સરળ થાય. તેણે કોલેસ્ટરઝેવનનું તહનામું કબુલ કર્યું નહિ, અને “જર્મનીના રણક્ષેત્ર પર અમેરિકા જીતવાના હેતુથી ફેડરિકને નાણાંની મદદ આપી. તેના ધુરંધર સેનાપતિ ફર્ડિનાન્ડને હસ્તક અંગ્રેજી લશ્કર સોંપ્યું. ફેડરિક ચતુર સેનાપતિ હતો. તેને નાણાંની સહાય મળી, એટલે તેણે જયના ડંકા વગાડવા માંડયા. તેણે ફ્રેન્ચ અને ઍક્ટ્રિઆનાં સંયુક્ત સૈન્યોને હરાવ્યાં, અને સેનાપતિ ફર્ડિનાન્ડે મિડનના યુદ્ધમાં ફેન્ચ સૈન્યને પૂરી શિકસ્ત આપી, ઈ. સ. ૧૭૫૯. તે જ વર્ષમાં ભૂમધ્ય સમુદ્રમાં ફરતા ફેન્ચ કાફલાને લેગસની ભૂશિર પાસે, અને આટલાંટિક મહાસાગરમાં ફરતા ફ્રેન્ચ કાફલાને કિવનના અખાતમાં અંગ્રેજોએ નાશ કર્યો. આમ ફ્રાન્સની નૌકાશક્તિને અંત આવ્યું, અને વિગ્રહ દરમિઆન ફેન્ચ કાફલે અંગ્રેજો સાથે ફરીથી યુદ્ધ કરવા આવ્યો નહિ. પિટ્ટના જીવનને આ કીર્તિવંત સમય હતા. તેની દીર્ધદષ્ટિને પ્રતાપે સર્વત્ર જય મળ્યો. તેના જુવાન સેનાપતિઓ દૂર દેશમાં પિતાને હાથ બતાવી રહ્યા હતા. આવી રીતે ઉપરાઉપરી મળતા વિજયથી એક વિચારકે લખ્યું, કે “ભૂલી ન જવાય એ માટે આપણે નિત્ય પૂછવું પડે છે, કે આજ કયે વિજય મળ્યો ?” અમેરિકામાં પણ અંગ્રેજોની વિજ્યહાક વાગી રહી. પિટે ચૂસલે ૧. નિર્બળ ન્યૂકેસલે પિતાની જાત બચાવવા માટે બિગ ઉપર પ્રમાદને આપ મૂકી તેને બંદુકથી ઠાર કરવાની શિક્ષા કરી. પિદે તેનો બચાવ કર્યો, પણ મારા રોષ આગળ તેનું કાંઈ વળ્યું નહિ. એક મર્મજ્ઞ દેવે કહ્યું કે “થેન્ડમાં બીજાને થર ચડાવવા માટે નૌસેનાનીને કાર કરવામાં આવે છે.” ૧૭
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy