SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ તેમાં સંમતિ લીધી. ઇ. સ. ૧૭૪૦માં તે મરણ પામ્યા, એટલે મેરિન ગાદીએ આવી. પરંતુ હવે યુરાપના રાજ્યલાભી રાજાએની દાઢ સળકી. તેમણે આપેલા વચનને ભંગ કર્યો. બેવેરિઆના રાણાએ દાવા કર્યાં કૈં યુરોપમાં ચાલતા એક કાયદા (The Salic Law ) પ્રમાણે ગાદીએ સ્ત્રી આવી શ્રૂકે નહિ, તેથી આસ્ટ્રિની ગાદી ઉપર મારા હક થાય છે. ફ્રાન્સ અને સ્પેને તેનો પક્ષ લીધા. પુશિના રાણા મહાન ફ્રેડરિકે તે। આસ્ટ્રિમના મહારાજ્યમાંથી સાઈલીશિયા પ્રાંત લઈ લીધે. આ સમયે ઈંગ્લેન્ડમાં યુદ્ધવિરાધી વાલ્પાલ મંત્રીપદે હતા. તેની ઇચ્છા આ વિગ્રહથી દૂર રહેવાની હતી, એટલે તેણે કાઇ ને પણ પક્ષ લીધા વિના મેરિયા અને ફ્રેડરિક વચ્ચે સમાધાન આણી આપવાનો સંકલ્પ કર્યાં. પરંતુ તેની નીતિ દેશમાં અપ્રિય થઈ પડી હતી, એટલે તે ગયા અને ત્યાર પછી કાર્ટરેટ મંત્રીપદે આવ્યા. હેનોવરના સંરક્ષણને અર્થે આ વિગ્રહમાં ઈંગ્લેન્ડે ભાગ લેવા એવી રાજાની ઇચ્છા હવે ફળીભૂત થઈ. ફ્રેડરિકની સત્તા વિસ્તાર પામતી હતી; તે ધીમે ધીમે રાજ્યવૃદ્ધિ કરતા હતા, એટલે જતે દિવસે તે હેનેાવર ઉપર તરાપ મારે એવા રાજાને ભય હતા. આ ઉપરાંત ઈંગ્લેન્ડનાં સંસ્થાના અને વેપારના વિકાસને પ્રાણદ્ઘાતક ફટકા મારવાની સ્પેને કરેલી ચેાજનાને તેને ભય લાગ્યા. ઇંગ્લેન્ડે મેરિયાના રાજ્યારાહમાં અનુમતિ આપી હતી, એટલે યેાગાને વિચાર કરી તેણે મેરિયાના પક્ષ લીધા. આ પ્રમાણે કાઈ રાજ્ય બળવાન થઈ પડશે, એવા ભયથી આ નવ વર્ષને વિગ્રહ સત્તાતુલા જાળવવાના પ્રયત્નરૂપ થઈ પડયે।. ઈંગ્લેન્ડે આરંભમાં મેરિયાને ધનની સહાય આપવા માંડી, અને ઈંગ્લેન્ડ અને હેનોવરનાં સંયુક્ત સૈન્ય યુરોપમાં ઉપડયાં. યુદ્ઘરસીએ જાર્જ રણે ચડયા, અને તેની સરદારી નીચે ડેટિંજનના યુદ્ધમાં ફ્રેન્ચ હાર્યાં, ૪. સ. ૧૭૪૩. પરંતુ ઇ. સ. ૧૯૪૫માં ફ્રેન્ચ સૈન્યે ફલાન્ડર્સમાં ફેન્ટેનોય પાસે અંગ્રેજ સૈન્યને હરાવી ખાધેલી હારનું વેર લીધું. વિગ્રહ ઇ. સ. ૧૭૪૮ સુધી ચાલ્યા. ફ્રેન્ચાની સહાયથી ઈંગ્લેન્ડમાં ઇ. સ. ૧૭૪૫માં થએલા જેકાબાઈટ ખંડનો લાભ લઈ ને ફ્રેન્ચ સૈન્યે યુરે।પમાં વિજયપરંપરા મેળવવા માંડી, એટલે ઇ. સ. ૧૭૪૮માં એલા-શાપેલની સંધિ થઈ. મેરિયાનો
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy