SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ અને આખા પ્રદેશને ન્યૂ ઈગ્લેન્ડ નામ આપ્યું. તેમણે આ સંસ્થાન આબાદ કર્યું, અને ત્યાં પાઠશાળાઓ સ્થાપી. ચાર્લ્સ ૧લાએ ધર્મદેશી લૈંડની શીખવણીથી યૂરિટને ઉપર જુલમ ગુજાર્યો, એટલે સંસ્થાને વસવાને યુગ બેઠે. મેસેચુસેટ્સ, હોડ, કનેકટીટ અને ન્યૂ હેમ્પ શાયર જેવાં સંસ્થાને ધર્મના કારણે નાસી આવેલા ભાવિકે એ વસાવ્યાં. ઈ. સ. ૧૬૨૯થી ૧૬૪ર સુધીમાં લગભગ ૨૦,૦૦૦ અંગ્રેજો સ્વદેશ તજી સંસ્થાનમાં ગયા. ઈ. સ. ૧૬૩૩માં કેટલાક કેથેલિકોએ “મેરીલેન્ડ વસાવ્યું. આ બધાનું કારણ ચાર્સને આપખુદ અમલ હતું. આ સંસ્થાનવાસીઓને જંગલ કાપવાં પડતાં, જમીન ખેડવી પડતી, એકલવાઈ અને મહેનતુ જિંદગી ગાળવી પડતી, અને રાતા ઈન્ડિઅને તેમનાં ઘરબાર લૂંટી ન જાય કે તેમના હાથમાં સપડાઈ ન જવાય તેની ખૂબ સંભાળ રાખવી પડતી. પરંતુ આથી તેઓ સ્વતંત્ર સ્વભાવના, ઉદ્યોગી, અને સમૃદ્ધ બન્યા. તેમના વંશજોએ - અઢારમા સૈકામાં કરેલાં પરાક્રમે હવે પછી જોઈશું. ઈ. સ. ૧૬૫૦ સુધીમાં અમેરિકાના કિનારા ઉપર સંસ્થાનોની જમાવટ થઈ ગઈ. આ સંસ્થાનવાસીઓ કિનારાથી ૭૦ માઈલ સુધી અંદર ગયા હતા; કેમકે કેનેડામાં ફેન્ચ વસતા હતા, અને બે પ્રદેશોની વચ્ચે તેમના સામાન્ય શત્રુઓ રહેતા હતા. ઉપરાંત બેડેઝ, સેન્ટ કિટસ, લીવર્ડ, વિન્ડવર્ડ, બર્મુડા અને બહામા આદિ ટાપુઓમાં અંગ્રેજ સંસ્થાનીઓ જઈ વસ્યા. તેઓ તમાકુ અને શેરડીનાં વાવેતર કરતા, અને ગુલામ તરીકે ખરીદેલા હબસી લેકે પાસે જમીન ખેડાવતા. કેન્ડેલના સમયમાં જેમેકાને ટાપુ સ્પેન પાસેથી લઈ લેવામાં આવ્યો. બીજા ચાર્લ્સના સમયમાં સંસ્થાનોના વિકાસનું કાર્ય પદ્ધતિસર ચાલ્યું. રાજાના ઉત્તેજનથી નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના સ્થપાયાં. બ્રડાની સંધિથી What sought they thus afar ? Bright jewels of the mine ? The wealth of seas, the spoils of war? The sought a faith's pure Shrine. Ay call it a holy ground, The soil where first they trod ! They have left unstained what there they found, Feeedom to worship God.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy