SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ અમારા રાજા પસંદ કરીશું. પરિણામે પાર્લમેન્ટે ઠરાવ કર્યા કે સ્કૉટલેન્ડની કાઈ વસ્તુ આયાત કરવી નહિ, અને સરહદ પરના કિલ્લાની મરામત કરવી નહિ. આવી સ્થિતિમાં સુજ્ઞ રાજનીતિજ્ઞાએ સમાધાન આણવાના વિચાર કર્યા. ઇ. સ. ૧૭૦૬માં આ પ્રશ્નને તેડ કાઢવા માટે એક મિશન નીમવામાં આવ્યું. તેણે નિર્ણય કર્યો કે સ્કૉટલેન્ડના ધર્મમાં અડચણ નાખવી નહિ, તેના કાયદા ફેરવવા નહિ, તેની રાષ્ટ્રીય સંસ્થાઓમાં હાથ ધાલવેા નહિ, તેને વેપારમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપવી, અને સ્કાટ લેાાને સંસ્થાને જોડેના વેપારમાં અંગ્રેજો જેટલા હક આપવા. ઉપરાંત સ્કોટલેન્ડના ૪૫ પ્રતિનિધિને આમની સભામાં, અને ૧૬ પ્રતિનિધિઓને ઉમરાવાની સભામાં બેસવાનું, અને ઈંગ્લેન્ડે Ăાટલેન્ડનું પ્રજાકીય ઋણ ફેડી આપવું, એમ ઠરાવ્યું. વધારામાં ડેરિયનની યાજનાથી થએલું નુકસાન ભરપાઈ કરવામાં આવ્યું, અને ભવિષ્યમાં સ્કાયલેન્ડે ઈંગ્લેન્ડના દેવામાં ભાગ આપવા એમ ઠર્યું. સંયુક્ત પાર્લમેન્ટે આ નિર્ણયને સ્વીકાર કર્યા. પછી બંને દેશના ઝંડા એકત્ર કરવામાં આવ્યા, અને તેમનું સંયુક્ત નામ ‘ગ્રેટબ્રિટન’ રાખવામાં આવ્યું. શરૂઆતમાં આગ્રહી Ăાટ લેાકેાને આ ઠરાવ । નહિ, અને તે સ્વીકારનારાને હરામખેાર્ અને દેશદ્રોહીનું ઉપનામ મળ્યું. પરંતુ સંયાગથી બંને દેશોને લાભ થયા. આ સંયોગ પછી વિદ્યા, કળા, વાણિજ્ય, યુદ્ધ, રાજ્યવહીવટ અને ગ્રેટબ્રિટનના પ્રજાજીવનના વિકાસમાં સ્ટંટ લોકાએ સારા ફાળા આપ્યા. પક્ષવાદની ડસાચડસીઃ એન ગાદીએ આવી ત્યારે માર્લબરાનું ચલણ હતું. રાણીનું વલણ ટારીએ તરફ હતું, તેથી તેણે જિંગ મંત્રીઓને રાજા આપી. તેણે માર્કબરાના મિત્ર અને વેવાઈ ગાડેાલ્ફિનને પ્રધાન નીમ્યા. ટારીએ વિગ્રહના વિરોધી હતા, છતાં માર્કબરાની આકાંક્ષા તૃપ્ત કરવાની ખાતર વિગ્રહ ચલાવવા સંમત થયા. માર્કબરે તે કયા પક્ષના હાથમાં સત્તા તેની પરવા ન હતી, એટલે જે ટારી વિરુદ્ધ મતના માલમ પડતા, તેમને અધિકાર ઉપરથી ખસેડીને ન્ડિંગ લેાકાને નીમવામાં આવ્યા. પછી ડરલેન્ડ અને સમર્સ જેવા નિપુણ પુરુષના હાથમાં અધિકાર આવ્યા, એટલે તેમણે પોતાના પક્ષના માણસે ભરવા માંડયા. આ જોઈ ટારીએ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy