SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ એવચની થયા, અને વિલિયમની રાજનીતિ નિષ્ફળ ગઈ. યુરોપના ભાવીની તેને ચિન્તા પેડી. પરંતુ અંગ્રેજોને એ ચિન્તાએ નકામી લાગી. વેપારીઓ ભૂમધ્ય સમુદ્રમાં ફ્રાન્સની સત્તા વધી નહિ, તેથી ખુશી થયા. ગાદીવારસાના કાયદેાઃ ઇ. સ. ૧૭૦૧. નિરાશાના સમયમાં ઈંગ્લેન્ડના ગાદીવારસને નિર્ણય કરવાને પ્રસંગ ઉભા થયા. વિલિયમની પ્રકૃતિ લથડતી હતી, એટલે ઉત્તરાધિકારના કાયદાથી એવું ઠરાવવામાં આવ્યું કે વિલિયમ પછી એન ગાદીએ આવે, અને તેની પછી હેનેાવરની રાણી સાયિા અને તેનાં સંતાનેાને ગાદી મળે. ટારી પક્ષની બહુમતીવાળી પાર્લમેન્ટને વિલિયમની રાજનીતિ પ્રત્યે અણુગમા હતા. પરદેશી મિત્રાને રાજા પદવી અને નાણાં આપે એ ટારીઓને પસંદ ન હતું, તેથી રાજાની સત્તા મર્યાદિત કરવા માટે આ કાયદાની જોડે નીચેની કલમે જોડી દીધી. ૧. ઈંગ્લેન્ડનો રાજા ઈંગ્લેન્ડના ધર્મસમાજમાં હાવા જોઈએ. ૨. ઇંગ્લેન્ડનો રાજા યુરોપમાં પેાતાના રાજ્યની રક્ષાની ખાતર પાર્લમેન્ટની આજ્ઞા વિના ખીજાં રાજ્યો તેડે યુદ્ધમાં ઉતરી શકે નહિ. ૩. પાર્લમેન્ટની રન્ન વિના રાજા અન્ય દેશેામાં પ્રવાસે જઇ શકે નહિ. ૪. અંગ્રેજ માબાપને પેટે ન જન્મેલી કાઇ વ્યક્તિ · પ્રિવિ કાઉન્સિલ ’માં સભ્ય મની શકે નહિ, પાર્લમેન્ટમાં બેસી શકે નહિ, કે નગીન્ મેળવી શકે નહિ. ૫. ન્યાયાધીશાને ખાંચે પગારે રાખવા; રાજા તેમને કાઢી મૂકી શકે નહિ; બંને સભાએની સંયુક્ત અરજી થાય તેાજ તેમને પદભ્રષ્ટ કરી શકાય. ૬. અધિકારીએ કે પેન્શન ખાનારા માણસે આમની સભામાં બેસી શકે નહિ. ૭. આમની સભા જે વ્યક્તિની તપાસ ચલાવે, તે રાજક્ષમાનું ખહાનું મેળવી છૂટનો દાવેા કરી શકે નહિ. ટારીઓએ એક પગલું આગળ વધીને મંત્રીમંડળના ચાર સભ્યા ઉપર કામ ચલાવ્યું, પણ તેમાં તે નિષ્ફળ નીવડયા. રાજસત્તા ઉપર ચાલતા સખત ખાણથી લેાકલાગણી રાજા તરફ વળી. એટલામાં જેમ્સનું મૃત્યુ થતાં તેના પુત્રને ઈંગ્લેન્ડના રાજા ગણવાની લુઇ એ ગંભીર અને રાજદ્વારી ૧. તેનું નામ પણ જેમ્સ હતું. ફ્રેન્ચ લોકો તેને (LaPretendant) એટલે (હુકદાર' કહેતા. અંગ્રેજીમાં ‘Pretender ’ (વેશધારી ) શબ્દે એકદમ રૂઢ થઈ ગયા. જેમ્સ ‘મેાટા વેશધારી' અને તેનો પુત્ર ચાર્લ્સ ‘નાનો વેશધારી ’ કહેવાય છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy