SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ વાળી જણાવ્યું, કે ઉત્તરાધિકારના કાઈ પણ ફેરફારને અમે ધિક્કારીએ છીએ, એટલે તે ‘ તિરસ્કર્તા ’( Abhorrer ) કહેવાયે. ઇ. સ. ૧૬૭૯માં ‘દરબારી પાર્લમેન્ટ ’તે વીખેર્યાં બાદ ચાર્લ્સે ત્રણ વર્ષમાં ત્રણ પાર્લમેન્ટ મેલાવી. દરેક વખતે શેફટસ્કરી અને તેના ન્ડિંગ અનુયાયીઓ ડયૂક આવ્ યાર્કને ગાદીએ ન આવવા દેવાના તનાડ પ્રયત્નો કરતા હતા. ઇ. સ. ૧૬૮૦માં પાર્કમેન્ટ મળી. રાજાએ બાતલ બિલને પ્રશ્ન બાજુએ રાખ્યા; કારણ કે ફ્રાન્સનો રાજા હાલેન્ડમાં હજી તેાફાન મચાવી રહ્યો હતા. તેણે દેશમાંથી પક્ષાપક્ષી દૂર કરી સર્વને એક થવાની સફાઈબંધ વાત કરી. પરંતુ પાર્લમેન્ટને રાજા ઉપર વિશ્વાસ ન હતા. આમની સભામાં ખરડા પસાર થયા, પણ અમીરાતી સભાએ તે ઉડાડી મૂકયા. રાજાને પણ કાઈ પણ સંયેાગમાં એ ખરડો પસાર થવા દેવા ન હતા. તેને લાગ્યું કે શેટારી અને તેના પક્ષને લંડનના લેાકેા મદદ આપે છે, એટલે તેમની મદદ લઈ લેવા માટે તેણે ઇ. સ. ૧૬૮૧માં આકસફર્ડમાં પાર્લમેન્ટ મેલાવી. જાણે પોતાનો જાન જોખમમાં હોય, તેમ ગિલકા હથિયાર સજીને પાર્લમેન્ટમાં આવ્યા. ચાર્લ્સે દાવપેચ રમવા માંડયા. તેણે કહ્યું કે ચાર્ક ગાદીએ ભલે આવે, પણ ખરા રાજ્યવહીવટ તેની પ્રોટેસ્ટન્ટ પુત્રી મેરી કરે એવા અર્થનો ખરડા તમે લાવે, તે હું સહી કરી આપવા તૈયાર છું. આ કુટિલ નીતિમાં ચાર્લ્સ ફાવ્યો. ન્ડિંગ પક્ષમાં મતભેદ પડયા, અને શેટમ્બરીએ ચાર્લ્સની વાત મંજુર ન કરી, એટલે ચાર્લ્સ પાર્લમેન્ટ બરખાસ્ત કરી સમસ્ત પ્રાને અપીલ કરી, કે જુએ! આવી યોગ્ય અને વ્યવહારને છાજતી વાતમાં પણ હિંગ લેાકેા સામા પડી રાજ્યવહીવટમાં વિરાધ નાખે છે. શેટમ્બરી અને તેનો પક્ષ મૂર્ખ ગણાવા લાગ્યા, અને રાજાનું જાહેરનામું શાળાપાઠશાળામાં અને પ્રત્યેક ધર્મસ્થાનમાં વંચાયું. રિણામે રાજભક્તિનાં એસરી ગએલાં પૂર ચડયાં. હવે લેાકેા કહેવા લાગ્યા કે વંશપરંપરાનો હક એમ તે કંઈ લઈ લેવાય ? ૧. આ એ પક્ષનાં નામ હિંગ અને ટેરી પડયાં. હિંગને અર્થ ‘ખાટી છાશ થાય છે. જે લેાકા રેમિશ કાવતરાં ખરાં માની યાર્કની વિરુદ્ધ પડયા તે હિંગ કહેવાયા, અને જે રાન્તના ઈશ્વરી અધિકાર માની તેના ભક્ત રહ્યા તે ટારી કહેવાયા.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy