SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ પરંતુ પર્લમેન્ટને ચાર્લ્સ પરથી વિશ્વાસ ઊઠી ગયા હતા, એટલે સભ્યાને સંતેષ ન થયા. ડાવરની સંધિગુપ્ત હેવા છતાં બધાને લાગતું હતું, કે કંઈક છે તે ખરૂં. આથી ઇ. સ. ૧૬૭૩માં પાર્લમેન્ટ ‘કસોટીને કાયદે’ કરી ઠરાવ્યું, કે રાજ્યના પ્રત્યેક અધિકારીએ એપિસ્કાપલ પંથને સ્વીકાર કરવા, અને એવી પ્રતિજ્ઞા લેવી કે હું રામન કેથેાલિક સિદ્ધાંતાને માનતા નથી. એથી રામન કૅથેાલિક તાકરાને રાજીનામાં આપવાં પડયાં; કિલફર્ડ અને આર્લિંગ્ટનના જવાથી ‘ કેબલ ’ પ્રધાનમંડળના અંત આવ્યા, અને ડચૂક આવ્ યાકને નૌકાસૈન્યના અધિપતિની પદવી છેાડવી પડી. , હવે રાજા અને એશલી વચ્ચે તકરાર થઈ; કારણ કે ડાવરની ગુપ્ત સંધિનું રહસ્ય પામી જતાં તે રાજા ઉપર ચિડાયેા હતેા. રાજાને લાગ્યું કે શેક્ટસ્કરી પાર્લમેન્ટને ઉશ્કેરે છે, એટલે તેણે શેફટસ્કરીને ‘રાજમહેાર ’ સોંપી દેવાને ઓચિંતા હુકમ કર્યાં. પછી તે રાજાના વિરેાધી દળમાં ભળ્યે, અને છેવટ સુધી રાજાને શત્રુ થઈ રહ્યો. ડેન્મી મંત્રીપદ: એ પછી રાજાએ ડેન્ગીના ઠાકાર સર ટોમસ એસ્માર્નને કારભાર સોંપ્યા. તે કેથેાલિક લેાકેાના પક્કો વિરોધી હતા, એટલે ફ્રાન્સની જોડે મિત્રાચારી રાખવાની તેને ચ્છા ન હતી. પરંતુ ચાર્લ્સ આગળ તેનું કશું ચાલતું ન હતું. આ સમયે ચાર્લ્સ અને લુઈ એ ગુપ્ત સિંધ કરીને ઠરાવ્યું, કે ફ્રાન્સ વિરુદ્ધ યુરોપના કાઈ પણ રાજ્ય જોડે ઇંગ્લેન્ડે સંધિ કરવી નહિ. પરિણામે ચાર્લ્સ અને દરબારીએના ઘરમાં ફ્રાન્સનાં નાણાંની રેલ ચાલી, અને તેમણે દેશહિતને વિચાર કર્યા વિના લુઈની વાંસળીએ ડાલવા માંડયું. ડેન્મી આ સાંખી ન શકયેા. ડચ લેાકેાની જોડે સંધિ થયા પછી તેણે ડચ સરદાર વિલિયમ જોડે ડયૂક આવ્ યોર્કની પુત્રી મેરીનાં લગ્ન કરવાનું ઠરાવ્યું. આથી પ્રજાને ઊઠી ગએલા વિશ્વાસ પાછા મેળવવાને ચાર્લ્સને પ્રસંગ મળ્યા. તેણે આ લગ્નને પોતાની સંમતિ આપી, એટલે પાર્લમેન્ટે રાજાના ખર્ચ માટે મોટી રકમ મંજુર કરી. રાજાએ પેાતાનું લશ્કર વધાર્યું, અને લુઈ જોડે ગુપ્ત સંદેશા ચલાવ્યા. ઇ.સ. ૧૬૭૮માં પાર્લમેન્ટ રાજાને ફ્રાન્સ જોડે વિગ્રહ કરવાનું અતિશય ખાણુ કર્યું, ત્યારે ફરીથી ખાનગી સંધિ કરી ચાર્લ્સે લુઈ પાસેથી ૨૪,૦૦૦ પૌન્ડ લઈ પાર્લમેન્ટ બરખાસ્ત કરી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy