SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ 19 કેમકે પોર્ટુગલને સ્પેનથી સ્વતંત્ર થવામાં લુઈ એ મદદ કરી હતી. આ લગ્નથી ચાર્લ્સને અઢળક નાણું, ટેંજીર અને મુંબઈ મળ્યાં.૧ હવે રાજાની દુષ્ટ વાસનાએ સતેજ થઈ, અને તેને દ્રવ્યની તાણ પડવા લાગી; એટલે તેણે ડન્કર્કનો કિલ્લો લુઇને પાંચ લાખ પૌન્ડમાં વેચી દીધા, ઇ. સ. ૧૬૬૫. આમ ફ્રાન્સ અને ઈંગ્લેન્ડની મૈત્રી દૃઢ થઈ. ઇ. સ. ૧૬૬૫માં ચાર્લ્સે હાલેન્ડ જોડે વિગ્રહ માંડયા, તેમાં પણ તેને હેતુ એવા હતા, કે યુદ્ધ માટે પાર્લમેન્ટ જે રકમ મંજુર કરે તે ખાનગી ખર્ચમાં વાપરવા ખપ આવે. વલંદાઓ જોડે ખીજો વિપ્ર : ઇ. સ. ૧૬૬૫-૬૭. વલંદા લેાકેા સાહસિક વહાણવટી હતા, અને દરઆઈ વેપાર પુષ્કળ ખેડતા. ઈંગ્લેન્ડની દિરઆઈ સત્તા વધારવા ક્રોમ્બેલે નૌકાસૈન્યના કાયદા કરીને વલંદાઓના વેપારને ફટકા માર્યાં, ત્યારથી વલંદાઓને અંગ્રેજો પર રાષ હતા. દિવસે દિવસે અંગ્રેજો અને વલંદા વચ્ચે વ્યાપારી સંબંધ બગડતા ગયા, અને તેનો ચેપ અમેરિકા અને આફ્રિકામાં જઈ વસેલી બંને પ્રજાને લાગ્યા. ઇંગ્લેન્ડની વ્યાપારવૃદ્ધિમાં વલંદા આડે આવતા હતા, અને ચાર્લ્સને નાસભાગ વખતે હેાલેન્ડમાં યાગ્ય આદર મળ્યા ન હતા, એટલે આખરે વિગ્રહ ફાટી નીકળ્યા. ૮ અંગ્રેજી નાકાસૈન્યઃ આરંભમાં રાજાના ભાઈ ડયૂક આવ્ યોર્કના હાથ નીચે અંગ્રેજી નૌકાસૈન્યે જય મેળવ્યા, પણ વલંદા કંઈ ઉતરે તેવા ન હતા. અંગ્રેજ લશ્કરને પૂરો પગાર કે લડવાનાં સાધના મળતાં નહેાતાં; કારણ કે કાફલા માટે આપેલા પૈસા રાજા મેાજમઝામાં ઉડાવી દેતા. હવે ચુસ્ત રાજપક્ષીઓ પણ ક્રમ્બેલને યાદ કરી અસાસ કરવા લાગ્યા. તેવામાં સ્વાર્થસાધુ લુઈ એ હાલેન્ડનો પક્ષ ખેંચ્યા. લુઈ તે હ્રાઈન નદીના કિનારા સુધી ફ્રાન્સનો રાજ્યવિસ્તાર કરવા હતા, અને સ્પેનનું રાજ્ય પચાવી પાડવું હતું. પરંતુ આ બધું થાય એ વલંદાઓને પાલવે તેમ ન હતું; છતાં લુઈએ વખત વિચારી ઈંગ્લેન્ડના નૌકાબળનો મદ ઉતારવા હાલેન્ડને સહાય આપી. આ સમયે લંડનમાં જીવલેણ મરકીર ચાલતી હતી. એવામાં ભયંકર ૧. રાજાએ મુંબઈ ઈસ્ટ ઇન્ડિ કંપનિને ભાડે આપ્યું, પણ ટેંજીર મૂસ લોકાને ઇ. સ. ૧૬૮૪માં પાછું આપ્યું. ૨. તે જમાનામાં લંડનના રસ્તા સાંકડા, અસ્વચ્છ, અને અંધારા હતા. સહેસુખા ૧૨
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy