SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પમું રાજાનું પુનરાગમન ચાટર્સ બીજ: ઇ. સ. ૧૬૬૦–૧૬૮૫ • રાજાનું પુનરાગમનઃ કામચલાઉ પાર્લમેન્ટ ચાર્લ્સ બીજાને ગાદી લેવાની વિનંતિ કરી; કારણ કે તે હકદાર હતો એટલું જ નહિ પણ તેના વિના ચાલે એમ ન હતું. યૂરિટનોએ રાજાની સામે હથિયાર ઉઠાવી જે અખતરો કર્યો તે નિષ્ફળ ગયે. જો કે જુલમગાર રાજાની સામે લડીને વિજય મેળવ્યો એ ખરું, પણ તે પછી જુલમગારના પુત્રને માન આપવા ભક્તસેનાને હથિયાર નમાવી ઉભા રહેવું પડયું. ક્રોવેલના કડક અમલથી અને યૂરિટનોની ઉગ્રતાથી લેકમાં અસંતોષ ફેલાયો હતો, અને રાજ્યમાં અવ્યવસ્થા આવી હતી. આથી સર્વને રાજાની જરૂર હતી. જો કે આંતર વિગ્રહને પરિણામે રાજાની સત્તા જતી રહી, પણ તેના કરતાં વધુ ખરાબ સત્તા સર્વોપરિ થઈ પડી. ધાર્મિક જુલમે પણ ઓછા ન હતા, અને પક્ષાપક્ષીનાં મૂળ ઉડાં હતાં. આ બધાનું શુભ પરિણામ એ આવ્યું, કે ભવિષ્યમાં રાજાથી ઉઘરાણું થઈ શકે નહિ કે કર નાખી શકાય નહિ, અને પ્રજાની ઇચ્છા વિરુદ્ધ રાજ્ય કરી શકાય નહિ; માત્ર બહુમતીવાળો પક્ષ પોતાના કાબુમાં રાખીને રાજા સ્વતંત્ર રીતે રાજ્ય કરી શકે તેમ હતું; કેમકે સેનાપતિ મંકે ચલાવેલી વિષ્ટિમાં રાજાપ્રજાના હક વિષે કશી વાત કરવામાં આવી ન હતી. આ સમયે પાર્લમેન્ટની માગણીઓ મંજુર કરવા ચાર્લ્સ તૈયાર હતો, પણ દુર્ભાગ્યે કઈ પ્રવીણ રાજદ્વારી તે સમયે ન હતા. આથી કરીને ચાર્લ્સ પિતાના અમલમાં જુદા જુદા પક્ષોને લડાવીને અને આંતરવિગ્રહનો ભય ઉભું રાખીને મનધાર્યું કરતો ગયે. આ વ્યાકર્સે બીજોઃ ચાર્જને જન્મ ઇ. સ. ૧૯૩૦માં થયો હતે. નેસ્બીના યુદ્ધ પછી તે હોલેન્ડમાં જઈ રહ્યો, અને ઇ. સ. ૧૬૫૧માં સ્કેટલેન્ડમાં પાછો આવ્યો. વર્ટરના ભયંકર યુદ્ધ પછી તે ફ્રાન્સ નાસી ગયે, પણ ત્યાંથી તેને ઇ. સ. ૧૬૫૫માં રજા મળી. તે લંડન આવ્યો ત્યારે લોકોએ તેને હરખભેર આવકાર આપે; પ્રજાએ રસ્તામાં કુલ પાથયાં, દેવળમાં ઘંટનાદ થયે, અને ઠેરઠેર રણદૂર, ઝાંઝપખાલ, અને ઘુઘરા લાગ્યા. બારીબારણું પણું
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy