SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ - રાજાએ સમજાવી રહેમ રાખવાની જરૂર પડી. એટલે કોન્ટેલે ફાન્સના રાજાને મદદ આપવાનું કબૂલ કર્યું. ઈગ્લેન્ડ અને ફ્રાન્સ સ્પેન સામે લડ્યાં. સ્પેનનું લશ્કર ડયુન્સ પાસે હાર્યું, અને તેની પાસેથી ઈગ્લેન્ડે ડન્કર્મનો કિલ્લો પડાવી લીધે, ઇ. સ. ૧૬૫૮. આથી ક્રોપ્ટેલની કીર્તિ વધી, અને ઈંગ્લેન્ડનું ગૌરવ વધ્યું. હવે યુરોપનાં રાજ્યોના એલચીઓ કોન્વેલના દરબારમાં આવી મૂકી મૂકીને સલામ કરવા લાગ્યા; કેમકે સર્વને તેની મીઠી નજર અને દસ્તીની ગરજ પડવા લાગી. ભૂમધ્ય સમુદ્રમાં પણ અંગ્રેજોના નામને કે વાગ્યો. દરમિઆન ટયુનિસના બેએ અંગ્રેજ કેદીઓ સોંપવાની ના પાડી, એટલે બ્લેકને ત્યાં મોકલવામાં આવ્યું. મરણું અને તુલનાઃ કોલનું વય ૫૯ વર્ષનું થયું, ત્યાં તો ચિંતા, શ્રમ, ઉજાગરા, અને મંદવાડથી તેનું શરીર નબળું પડવા લાગ્યું. દેશને માટે શરીરને શ્રમ આપવામાં તેણે મણ રાખી ન હતી, છતાં તેના છેલ્લા દિવસો દુઃખમાં ગયા. તેના શત્રુઓ તેને ઘાટ ઘડવાની ખટપટ કરતા. “ખૂન એ હત્યા નથી” એ ચોપાનીમાં કોલનું ખૂન કરવાનાં કારણો દર્શાવવામાં આવ્યાં. આમ અંત કાળમાં તે બહુ દુખી હતા. તે વસ્ત્રોની નીચે બખ્તર પહેરતો, અને સૂવાની જગા રેજ બદલતો. વધારામાં તેની પ્રિય પુત્રીના મૃત્યુથી તેને અસહ્ય આઘાત લાગ્યો. તેને ભયંકર મંદવાડ લાગુ પડે. તેને આરામ થાય તે માટે લોકોએ પ્રાર્થના કરી, પણ સઘળું વ્યર્થ હતું. કોન્વેલ ઈ. સ. ૧૬પ૦ના સપ્ટેમ્બરની ૩જી તારીખે અનંત શાંતિના ધામમાં ગયો. ક્રોવેલ અસાધારણ બુદ્ધિવાળો, તીવ્ર સમજણવાળો, દયાળુ, કમળ, અને સ્નેહાળ હતા. જો કે તેને સ્વભાવ જલદ હતો, પણ તેનામાં દ્વેષ ન હતો. રણભૂમિ પર તેને જેટો મળવો મુશ્કેલ હતું. તેની અદ્દભુત વ્યવસ્થાશક્તિ, પ્રસંગ ઓળખીને લાભ લેવાની શક્તિ અને યુદ્ધકળાની આવડતને લીધે તે હંમેશાં વિજય મેળવતો. તેણે ઈગ્લેન્ડની ઘણી સેવા કરી છે. તેણે ૧. ક્રોવેલના જીવનમાં ૩જી સપ્ટેમ્બરના બનાવો યાન ખેંચે એવી છે. તે ૩જી સપ્ટેમ્બરે (૧૯૪૯) ઘેડા પહોંચ્ય; ડબ્બારનું યુદ્ધ 3જી સપ્ટેમ્બરે (૧૯૫૦) થયું, વર્ટરના યુદ્ધમાં ૩જી સપ્ટેમ્બરે (૧૯૫૧) જય મ; તેની પહેલી પાર્લમેન્ટ ૩જી સપ્ટેમ્બરે (૧૬૫૪) મળી; તેનું મૃત્યુ ૩૦ સપ્ટેમ્બરે (૧૯૫૮) થયું.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy