SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ યુસ્ટરનું યુદ્ધઃ આ યુદ્ધ આટલેથી બંધ ન પડ્યું. કોન્વેલને આખું વર્ષ યુદ્ધ ચાલુ રાખવું પડયું. આખરે ચાર્લ્સ અને તેના મળતીઆઓ ઓન ગયા, અને ત્યાં ચાટર્સનો રાજ્યાભિષેક કરવામાં આવ્યું. આખો દિવસ રાજાની આસપાસ પ્રેમ્બિટિરિયન પાદરીઓ રહીને તેને ધાર્મિક વ્યાખ્યાને સંભળાવવા લાગ્યા. રાજ આથી કંટાળી ગયું. તેણે ઈગ્લેન્ડમાં નસીબ અજમાવી જોવાનો વિચાર કર્યો. લેસ્લીને ડનબારના યુદ્ધમાં મળેલા પરાજય પછી ગુમાવેલી કીર્તિ મેળવવાની હોંસ હતી. લેકેશાયર અને વેલ્સના લોકોની મદદની આશાએ ચાર્લ્સ સૈન્ય લઈ ઈગ્લેન્ડ તરફ ચાલ્યો. ક્રોન્વેલને આ વાતની જાણ થતાં તે તેમની પાછળ ધાયે. ડનબારના યુદ્ધના યાદગાર દિવસે વર્ટર પાસે યુદ્ધ થયું, તેમાં પણ ઝેંટ લેકને સખત હાર મળી. ચાર્લ્સને રણક્ષેત્રમાંથી નાસી જવું પડયું. તેને માથે અનેક વીતકે વીત્યાં, અને તે વહાણમાં બેસી ફાન્સને કિનારે ઉતરી પડ્યો. આમ કોન્વેલનું ધાર્યું થયું; ઍટલેન્ડ પર એવો દાબ બેસી ગયો, કે ક્રોવેલને તેના સામું જોવાની જરૂર પડી નહિ. સ્વતંત્રતા માટે પ્રાણ પાથરે એવા ટ લેકે પાસે નામનીએ સ્વતંત્રતા ન રહી. હલેન્ડ જોડે વિગ્રહઃ આટલેથી ઈલે... પ્રજાસત્તાક રાજ્ય ગણવા લાગ્યું. યુરોપનાં રાજ્યમાં ક્રોસ્પેલના નામની શેહ પડવા લાગી. પરંતુ સૈન્યની સત્તા સર્વોપરિ થઈ ન જાય તે માટે પાર્લામેન્ટ યુક્તિ કરી. સભ્યોએ પાર્લમેન્ટને આધીન રહે તેવું નૌકાસૈન્ય તૈયાર કરવાનો વિચાર કર્યો, અને ડબાર –વુસ્ટરનાં અદ્દભુત પરાક્રમોને ઝાંખા પાડે એવાં દરિઆઈ યુદ્ધો માટે પરવી કરવા માંડી. આ હેતુથી દરિઆઈ બબમાં શ્રેષ્ઠ ગણુતા હેલેન્ડ જોડે તકરાર શરૂ કરી. ઇ. સ. ૧૬૫૧માં “નૌયાનનો કાયદો” (Navigation Act)પસાર કરી પાર્લમેન્ટ એવો ઠરાવ કર્યો, કે ઈગ્લેન્ડમાં જે માલ આવે તે અંગ્રેજી વહાણમાં, અથવા જે દેશમાં તે માલ બન્યા હોય તેનાં વહાણમાં આવવો ૧. પકડવા માટે ફરતા સિપાઈઓના હાથમાંથી છટકવા માટે એક વખત ચાર્લ્સને આ દિવસ વૃક્ષ ઉપર સંતાઈ રહેવું પડયું. નીચેજ સિપાઈ એ “તે આટલામાં છે એવી વાતો કરતા. તે સાંભળીને તેનો જીવ ઊડી જતો. પરંતુ નસીબના બળે તે તેમના હાથમાં ન આવ્યું.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy