SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર તેના પુત્રને રાજા તરીકે સ્વીકાર્યો. ઈ. સ. ૧૬૩૯ના બળવાને નાયક આર્મડને ઠાકર હતો. તેણે એક પછી એક કિલ્લા સર કરવા માંડ્યા. છેવટે પાર્લામેન્ટ પાસે એકલુંડબ્લિન રહ્યું, ત્યારે કોન્વેલને સેનાપતિ તરીકે આયર્લેન્ડ મોકલવામાં આવ્યો. ૧૨,૦૦૦ ચુનંદા સૈનિકોને લઈ ક્રોવેલ આયર્લેન્ડમાં ઉતર્યો. તેણે નિશ્ચય કર્યો હતો, કે દયા તો બતાવવી નહિ. તેણે માન્યું કે પ્રજાસત્તાક રાજ્યના શત્રુઓને દબાવી દઈ તેમના પર ધાક બેસાડવાને આ સારે લાગ છે. તેણે ત્યાં જઈને ઘેડા નગરને ઘેરે ઘાલ્યો. દિવાલમાં ગાબડું પાડી તેનું લશ્કર કિલ્લામાં દાખલ થયું. ક્રોવેલના હુકમથી લગભગ ૩,૦૦૦ માણસોની હથિયાર વિનાની ટુકડીની કતલ કરવામાં આવી. કેટલાક બિચારા જીવ બચાવવા માટે દેવળમાં ભરાયા, પણ દેવળને આગ લગાડવામાં આવી. જેઓ એમ ને એમ શરણે આવ્યા, તેમાંથી પણ કેટલાકને મારી નાખવામાં આવ્યા. વેકસફર્ડના યુદ્ધમાં પણ (કેપ્ટેલના હુકમ વિના) એવીજ ક્રૂરતા બતાવવામાં આવી. આથી આખો દેશ થરથરી ગયો, અને કિલ્લા અને શહેરે ટપોટપ કોન્વેલને સ્વાધીન થવા લાગ્યાં. પરંતુ ક્રોવેલને એવું કરવું હતું, કે ફરીથી એ કમનસીબ દેશ માથું ઉંચકી ન શકે. આથી બળવાના ઘણાખરા આગેવાનોનો વધ કરવામાં આવ્યો. તેણે અસ્ટર, લીસ્ટર, અને મન્સ્ટરના ફળદ્રુપ પ્રદેશમાંથી આય'રિશને હાંકી કાઢવાની યોજના ઘડી કાઢી. તેણે આયરિશ જમીનદારની જમીન છીનવી લઈ અંગ્રેજ ખેડુતોને કે જમીનદારને આપી દીધી. કેટલાક આયરિશને દેશપાર કરવામાં આવ્યા, અને કેટલાકને વેસ્ટ ઈન્ડિઝ મેકલી દેવામાં આવ્યા. એ સાથે આયરિશને પરદેશી સૈન્યમાં જોડાવાની રજા આપવામાં આવી, એટલે ભૂખમરાથી અને દુઃખથી ત્રાસેલા કેટલાક લેકે ખુશીથી સ્વદેશ છોડી જતા રહ્યા. - કેથલિક ધર્મને પ્રચાર અટકાવવા માટે પણ જબરા પ્રયત્નો કરવામાં આવ્યા, પણ લેકમત વિરુદ્ધ એકલી સત્તા શું કરી શકે ? લોકે કેથેલિક - પાદરીઓને આશ્રય આપતા, અથવા તેમને છુપાવતા, કે છુપા વેશ પહેરાવી ફેરવતા; છતાં એ ટાપુ પ્રોટેસ્ટન્ટ લેકને આધીન રહે, એવી વ્યવસ્થા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy