SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સિપાઈએ તેને કહ્યું, “ઈશ્વર આપને સુખી રાખેમહારાજ” તરત જમાદારે તેના મોં પર તમારો માર્યો, એટલે રાજાએ કહ્યું કે “એન અપરાધ કરતાં બિચારાને શિક્ષા વધારે થઈ.” 0 નવ દિવસ પછી રાજાને તેના મહેલની ભેજનશાળાની બારી પાસે લઈ જવામાં આવ્યા. જતા પહેલાં તેણે પિતાનાં બાળકે જોડે છેલ્લી વાત કરી લીધી. ત્યાર બાદ ઈશ્વરસ્તવન કર્યા પછી તે ધીમે ધીમે દઢ પગલે, પ્રભાવશાળી મુખમુદ્રા સહિત વધસ્થાન પાસે ગયા. ત્યાં બુરખાવાળા બે જલ્લાદે ઉભા હતા, તેમની જોડે તેણે વાત કરી. પછી એકઠા થએલા લકે સમક્ષ તેણે નાનું ભાષણ કર્યું, અને દેશમાં વધતા જતા લશ્કરી દરની ચેતવણી આપી. પછી તેણે ઢીમચા ઉપર માથું મૂક્યું. એકજ ઘાએ ધડથી તેનું માથું જુદું થઈ ગયું. લોહી નીકળતું તે મસ્તક લઈ જલ્લાદે પ્રેક્ષકોને બતાવી કહ્યું, “આ રહ્યું જુલમગારનું માથું !” મેદનીમાંથી કરુણના પિકાર અને વેદનાની ઉંડી ચીસ અને નિશ્વાસ નીકળી પડ્યા, અને કેટલાક તે ધાર આંસુએ રડી પડ્યા. ન્યાયનું નાટક પૂરું થયું. આ અખત્યાર અને ધર્મભ્રમની સામે થવા માટે પાર્લમેન્ટ કંડ ઉપાડ, અને તેમ કરતાં એક એવી શક્તિ ઉત્પન્ન કરી, કે જે તેના પિતાના કાબુમાં રહી શકી નહિ; પરંતુ છેવટે એ ધર્મઝનૂની સત્તાએ સ્વતંત્રતાને છુંદી નાખી એકહથ્થુ સત્તા મેળવી લઈ આપઅખત્યાર અને જુલમ ચલાવ્યા. અંગ્રેજ પ્રજાના મોટા ભાગને આ કાર્યપદ્ધતિ અને સૈન્યની વધી ગએલી સત્તા પસંદ નહોતી. તેમને રાજા વિનાનું રાજ્ય જોઈતું ન હતું, પરંતુ મેદોન્મત્ત લશ્કરી માણસની સામે બોલવાની કોનામાં હિંમત હોય? પરિણામે ઈંગ્લેન્ડમાં લશ્કરી દોર જાઓ. ૧. મૃત્યુસમયે ચાર્લ્સનાં ગૌરવ, ધૈર્ય, અને શાન્તિનું રસિક ખ્યાન એક સમકાલીન કવિએ આપ્યું છે; ચાર્લ્સને Royal Actor કહીને તે લખે છે કેHo nothing common did or mean, Upon that memorable scenes But with his keener eye, The axe's did try... Nor call'd the Gods with vulgar spite, To vindicate his helpless right; But bowed his comely head, Down as upon a bed. (Andrew Marvell]
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy