SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ટુઅર્ટ વંશ ત્રીસ વર્ષના વિગ્રહ જોડે મધ્યયુગને અંત આવ્યો. ખૂનામરકી અને ખટપટથી પ્રજા ત્રાસી ગઈ હતી, અને દેશમાં શાન્તિ અને વ્યવસ્થા ઝંખતી હતી. હેનરી ઉમે અને તેના વંશજોએ કડક અમલ ચલાવ્યું, અને તેમની સામે થનાર લોકોને તેમણે છૂંદી નાખ્યા, છતાં તેઓ ડાહ્યા અને ચતુર - હતા; તેઓ પ્રજાની રૂખ જેઈને વર્તતા. એને પરિણામે સેળમા સૈકામાં એક નવી ભાવના જન્મ પામી. રાજાઓ પ્રજાનાં વિચાર અને વાણીમાં એક્તા આણે એમાં તેમને કશી હરકત ન હતી. રાજાની આણ માનવી, અને ધર્મ પણ રાજાની ઈચ્છા પ્રમાણે પાળવો એવી સ્થિતિ આવી. કેથેલિક પથીઓને દેશના શત્રુ ગણવામાં આવ્યા, અને મ્યુરિટને તરફ પ્રજા તિરસ્કાર દર્શાવતી. પરિણામે આપણે સર્વ એકજ પ્રજા છીએ, એવી રાષ્ટ્રભાવના લેકમાં જન્મ પામીઃ એટલે કે પ્રજામાં આત્મભાન આવ્યું. ધર્મસુધારણાથી આ ભાવનાને પોષણ મળ્યું. રાજા કરતાં ઈશ્વર માટે છે, માટે જરૂર પડે તે રાજાની સામે થવામાં કંઈ ખોટું નથી, એમ મૂરિટન પંથીઓ માનતા હતા. ટયુડર વંશના અંતમાં ધર્મોદ્ધારના સ્વાભાવિક ફળ રૂપે દેશમાં બે ભાવનાઓ જન્મ પામી. તેને ખીલવવાને માટે દેશમાં દૂરદર્શી અને ચતુર રાજાની જરૂર હતી. ટુઅર્ટ રાજાઓમાં આ કાર્યને માટે જરાએ ગ્યતા ન હતી. તેઓ દેશકાળને ઓળખતા ન હતા, ધર્મની બાબતમાં ઉદાર ન હતા, તેમજ લોકોની લાગણી સમજવાની પરવા રાખતા નહોતા. રાજાને તે રાજ્ય કરવાને દૈવી હક છે, એમ માની તેઓ આ અખત્યાર અને બીનજવાબદાર અમલના હિમાયતી બન્યા. ટયુડરની પેઠે વર્તનાર ટુઅર્ટ રાજાઓમાં ટયુડરની ચતુરાઈ ન હતી. હવે સમય બદલાઈ ગયો હતો. પરિણામે રાજા–પ્રજા વચ્ચે વિરોધ જાઓ. આખરે મોટો પ્રશ્ન ઉભો થયો કે દેશમાં રાજકર્તા કોણ? રાજા કે પ્રજા? ટુઅર્ટ અમલમાં ધાર્મિક અને રાજદ્વારી સ્વાતંત્ર્યને ઝઘડો ચાલ્યો, જેનું પરિણામ તમે આ ખંડને અંતે જોશે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy