SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ નાટકા રચી આ ઉત્સાહને ખીલવવામાં મદદકરી પંદરમા સૈકાના અંતમાં છાપવાની કળાની શોધ થવાથી આ ગ્રંથોને લાકામાં ઘણા પ્રચાર થયા,, એટલે લોકજીવન ઉપર સાહિત્યની પ્રબળ અસર પડી. ટટ્યુડરાના યુગ ઈંગ્લેન્ડમાં મેટા હતા. એ યુગમાં દેશની મેાટાઈ વધી. હેનરી ૮માએ વેલ્સ ભેળવી દઈ પાર્લમેન્ટમાં તેના પ્રતિનિધિઓને બેસવાની રજા આપી. આયર્લેન્ડ પણ ઉપરાજ્ય બની ગયું, અને લિઝાબેથના મરણુ પછી સ્કોટલેન્ડ ભળ્યું, એટલે ગ્રેટબ્રિટનનું સંયુક્ત રાજ્ય થયું. પ્રતાપી રાજકર્તાઓએ દેશમાંથી અવ્યવસ્થા અને અરાજકતાની જડ ઉખેડી શાંતિ સ્થાપી. સ્પેનની જીત પછી અંગ્રેજ નૌકાસૈન્યની પ્રતિષ્ઠા વધી, અને દેશમાં વેપાર-ઉદ્યોગ વધ્યા. આ પ્રમાણે દેશમાં એકતા સ્થપાયા પછી ઈંગ્લેન્ડે ધીરે ધીરે દરિયાપારના મુલકામાં રાજ્ય મેળવી સામ્રાજ્યવિસ્તાર કરવા માંડયા. એ કાળ સંક્રાન્તિના હતા. મધ્યયુગ ગયા, અને અર્વાચીન યુગ ખેડા. દરમિઆન ધર્માલયામાં સુધારા થયા, રાજ્યવહીવટમાં ફેરફાર થયા, અને સમાજની નવીન રચના થઈ તેજસ્વી રાષ્ટ્રીય સાહિત્ય ઉત્પન્ન થયું. સાથે સાથે દુનિયાભરમાં વેપાર ખેડાવા લાગ્યા. આમ જીવનના દરેક અંગમાં નવજીવન પ્રસરી રહ્યું, માટે તે ‘નવયુગ’ ગણાય છે. ૧. શેકસ્પિચરના ઇંગ્લેન્ડ માટેના ઉદ્ગારા તેનાં નાટકામાં પ્રસંગે પ્રસંગે આવે છે. This England never did, nor never shall Lie at The foot of a Conqueror. + + + This Earth of majesty, this seat of Mars, This Eden demi-paradise. + King John + + + This precious stone set in silver sea, This blessed plot, this earth, this realm, this England. + Rechard II
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy