SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩. કાઢવા કહ્યું. વુલ્સી કશું કરી શકે નહિ, એટલે તેને બરતરફ કરવામાં આવ્યું. ત્યાર પછી ટેમસ કેવેલના હાથમાં કારભાર આવ્યો. તેણે રાજાને સલાહ આપી, કે દેશનું ધર્માધિપત્ય તમે પિતે રાખે, અને રેમ જોડેને સંબંધ તેડી નાખે. પછી તેણે એક જુને ધારે શોધી કાઢી જાહેર કર્યું, કે દેશના રાજ્યવહીવટમાં કઈ પણ માણસ પિપની સત્તાને આધારે ડખલ કરશે તે તેને રાજદ્રોહી ગણવામાં આવશે. આથી ક્રોવેલ તમામ ધર્મગુરુઓ ઉપર રાજદ્રોહનો આરોપ મૂકી તેમને સખત દંડ કર્યો. પછી તેણે પાર્લમેન્ટ પાસે કાયદો કરાવીને ઠરાવ્યું, કે ધર્મખાતાને ઉપરી રાજા છે, અને રાજાની અનુમતિ વિના ધર્મગુરુઓની પરિષદ્દથી કોઈ પણ કાયદો રચી શકાશે નહિ. પરિણામે રેમને ભરવામાં આવતી ખંડણી બંધ કરવામાં આવી, અને ત્યાં કાઈ પણ મુકમાની અપીલ કરવાનું નીકળી ગયું. આમ ધર્મગુરુઓના ખાસ હકે એક પછી એક રદ કરવામાં આવ્યા, અને રાજા પિતાની મરજી મુજબ ધર્માધિકારી નીમવા લાગે. જેઓ રાજાનું ધર્માધિપત્ય કબુલ ન કરે, તેમના પર જુલમ થતો. દરમિઆન કેટરબરીના નવા ધર્માધ્યક્ષ કેન્સરે કેથેરાઈન જોડેનું રાજાનું લગ્ન ગેરકાયદેસર ઠરાવ્યું, અને તેને એન બલીન જોડે પરણવાની જાહેર રજા આપી; જો કે રાજા તો બે માસ પહેલાં તેને ખાનગી રીતે પરણી ચૂક્યો હતો. આથી પિપ અને રાજા વચ્ચે તકરાર વધી. આ તો પિપની સત્તા પર કાપ પડે છે, એમ જાણી તે મૂંગે મોઢે બેસી રહ્યો નહિ. તેણે હેનરીને પદભ્રષ્ટ જાહેર કર્યો, અને સ્પેનના રાજાને ઈગ્લેન્ડ પર ચડાઈ કરવાની આજ્ઞા ફરમાવી. સ્પેનને રાજા ચા ચડાઈ કરવા તૈયાર હતા, પણ તેમ કરવાની તેનામાં તાકાત ન હતી. આથી હેનરીએ પાર્લમેન્ટ પાસે ધર્માધિપત્યના કાયદામાં કેટલેક સુધારાવધાર કરાવ્યો, અને પાદરીઓને નવો કાયદો માનવાની ફરજ પાડી, ઈ. સ. ૧૫૩૪. હેનરી અને કેન્ડેલે પિતાનું આધિપત્ય બેસાડવા માટે ઈગ્લેન્ડના મઠની સ્થિતિ તપાસવા પંચ નીમ્યું; કેમકે મઠમાં સાધુઓ પૈસાદાર બની ઉડાઉ જીવન ગાળતા, અને પિપને પિતાનો ઉપરી માનતા. મઠમાં વ્યવસ્થા, નીતિ કે સદાચારને સ્થાન ન હતું, એટલે તેમાં સુધારા કરવાની ઘણી
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy