SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ તિની અજબ મેહિની અને શક્તિ જોઈ લો કે તેના પક્ષમાં ભળી ગયા. આટલેથી મેરીએ ઈલિઝાબેથ જોડે ખુલ્લી દુશ્મનાવટ દર્શાવી. . પરંતુ મેરીની લેકપ્રિયતા ઝાઝે વખત ટકી નહિ. તેની મૂર્ખતા અને અભિમાન લેકેને અસહ્ય થઈ પડ્યો. તેણે લોર્ડ ડાર્નલી નામના અમર જોડે લગ્ન કર્યું, પણ આ લગ્ન સુખી નીવડયું નહિ; પતિ પત્ની વચ્ચે તકરાર થયો કરતી, અને થોડા સમયમાં ડાલીના દુરાચાર તરફ મેરીને ધિક્કાર ઉત્પન્ન થ. દરમિઆન રિઝીયા નામના મેરીના મંત્રીને કેટલાક ઉમરાવોએ મારી નાખ્યો. ડાર્નલીનો આ ખૂનમાં હાથ છે એવો મેરીને વહેમ પડે એટલે તેનું વેર લેવા તેની ઉશ્કેરણીથી કેટલાક અમીએ ડાર્નલીનું ખૂન કર્યું. ત્રણ માસ પછી મેરીએ ડાલીના ખૂની અલ ઍલ્ બેથેલ નામના નિર્દય અને નફટ અમર જોડે લગ્ન કર્યું. આવા બનાવોથી પ્રજા ત્રાસી ગઈ, અને અમીરોએ બળવો કર્યો. તેમણે મેરીને કેદ કરી, અને તેના બાળપુત્રને જેમ્સ ઉદા તરીકે રાજ્યાભિષેક કરીને રાજ્યવહીવટ ચલાવવા માંડશે. એક વર્ષ કારાવાસ સેવ્યા પછી મેરી યુક્તિથી છટકી ગઈ. તેણે નાનું લશ્કર એકઠું કર્યું, અને ગાદી મેળવવા પ્રયત્ન કર્યો. પરંતુ અમીરેએ મેરીને ગ્લાસગો પાસે સખત હાર ખવડાવી. તેને ઘોડા ઉપર બેસી સરહદ ઓળંગી ઈગ્લેન્ડમાં નાસી જવું પડ્યું. ઈલિઝાબેથ હવે ગુંચવણમાં પડી. તેને પ્રશ્ન થઈ પડે, કે હવે કરવું શું? મેરીને ઓટલેન્ડ મેકલી ગાદી મેળવવામાં મદદ કરે, તે અંગ્રેજો અને સ્કોટ લેાકોની મૈત્રી તૂટે; ફ્રાન્સ જવા દે તે ત્યાં રહીને તે ઈગ્લેન્ડ વિરુદ્ધ ખટપટ કરે કે તરકટ રચે. અંતે ઈલિઝાબેથને એકજ માર્ગ સૂઝ, અને તે એ કે મેરીને કેદ કરીને ઈગ્લેન્ડમાં રાખવી. તે પછીનાં ઓગણીસ વર્ષ સુધી મેરીની ખાતર મેરીને નામે અનેક બંડસિાદ અને તરકટો થવા લાગ્યાં. મેરી કેથોલિક પંથની હતી, અને ઘણું કેથલિકે ગાદી ઉપર તેને હક માનતા હતા, એટલે ઈલિઝાબેથને મારી મેરીને ગાદીએ બેસાડવા માટેનાં કાવતરાંમાં કેટલાક અમીર ભળ્યા. પણ એક કાવતરું પકડાયું, એટલે મેરીનું કાસળ કાઢવાનું કહ્યું. મેરી ઉપર રાજકોહના આરોપસર અદ્દાલતમાં કામ ચાલ્યું, અને તેને ફાંસીની થઈ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy