SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨] [, આયુર્વેદનો ઈતિહાસ કે બહુ તો બીજા શતકના આરંભમાં માનવો જોઈએ એ મારે મત છે. દઢબલને સમય ચરકે પ્રતિસંસ્કૃત અગ્નિવેશતંત્રમાં ઉપર કહેલા ૪૧ અધ્યાયની અનુપૂર્તિ કરનાર વૈદ્ય દઢબલ કાશ્મીરના હતા એમ તેના એક વચન ઉપરથી જણાય છે. એ પિતાને પંચનામાં જન્મેલે કહે છે. આ પંચનદ તે પંજાબ નહિ, કારણ અહીં તેને શહેર કહ્યું છે. આ દેશમાં પંચનદ નામનાં અનેક સ્થળે હતાં, પણ હર્નલના મત પ્રમાણે કાશ્મીરમાં જે વાનર નામનું ગામ છે, જેની નિકટમાં પહેલાં કાશ્મીરના રાજા અવન્તીવર્માના વખતમાં ઝેલમ અને સિધુને સંગમ થતું હતું તે. ચક્રપાણિદત્ત અને વિજયરક્ષિત ચરકસંહિતામાંથી ઉતારે કરતાં કાશ્મીર–પાઠને કેટલીક વખત ઉલ્લેખ કરે છે અને દઢબલે ઉમેરેલા અધ્યાયમાંથી ઉદાહરણ આપતાં - ૧, જુઓ “આયુર્વેદનાં દાર્શનિક તથા સંવૃત્ત સંબંધી પ્રકરણોને અભ્યાસ', પૃ. ૬૨. ૨. દક્ષિણ તર્કસ્તાનમાંથી ઈ. સ. બીજા શતકના અંતની ચામડા ઉપરની કઈ વૈદ્યક ગ્રંથના કટકાની એક હસ્તપ્રત મળેલ છે, જેમાં આઠ અથવા દશ રસ હેવાનું કહ્યું છે. ચરક કરતાં પ્રાચીનતર સંપ્રદાયનું આ કથન હોવાને કીય તર્ક કર છે (જુઓ History of Sanskrit Literature, Preface, p. 23), પણ કીથને આ વિષયને અભ્યાસ નથી અને પાશ્ચાત્ય પુરાવિદ જૂની શેધખોળમાંથી મળેલા ત્રુટિત કટકાઓ ઉપરથી બહુ તર્કો કરે છે. વસ્તુતઃ ચરકને આઠ રસની ખબર છે જ (જુએ . સૂ. . ૨૬). વળી, ઉપર કહેલા કટકામાં જે ઉલ્લેખ છે તે તત્કાલીન માન્યતાને સૂચક છે એવું શી રીતે નિશ્ચિત થાય? ૩. વાર્થ દુવો નાતઃપૂજન પુરે ચરક.સિ. અ. ૧૨, શ્લો. ૬૬ ૪. જુઓ બરાજતરંગિણું ૪-૨૪૮ અને તે ઉપર ઓરલ સ્ટીનનું વિવરણ, ; ગ્રં. ૨, ૫. ૨૩૯, ૪૧૯, ૫. ચરક. ચિ. અ. ૧૩, શ્લો. ૧૧૫ની ટીકા અને મધુકાષ અર્શેનિદાનમ.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy