SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬] . - આયુર્વેદને ઈતિહાસ સંપ્રદાયમાં પ્રખ્યાત બડિશ, કાંકાયન વગેરે સાથે અંગિરા, જમદગ્નિ, વસિષ્ઠ વગેરે અતિ પ્રાચીન ઋષિઓને પણ એકઠા કર્યા છે એ ઉપરથી તથા આખા અધ્યાયની રચના જોતાં એ અધ્યાય પાછળને તથા એ ઋષિસભા કલ્પિત લાગે છે, પણ વાતકલાકલીય, યજજ:પુરુષીય તથા આત્રેય ભદ્રકાથી એ અધ્યાયની પરિષદ વધારે સ્વાભાવિક લાગે છે. એમાંના કેટલાકના ગ્રન્થમાંથી પાછળના ટીકાકારોએ લેકે ઉતાર્યા છે. એટલે ભિક્ષુ આત્રેયને એતિહાસિક પુરુષ તથા પુનર્વસુના સમકાલીન માનવામાં વાંધો નથી લાગતો. બૌદ્ધ પરંપરાને ન માનીએ તે પણ ચરકના મૂળ ઉપદેશકને સમય લગભગ એ જ આવી રહે છે. ચરક-સુશ્રતને મૂળ ઉપદેશ અથર્વવેદ અને શતપથબ્રાહ્મણથી અર્વાચીન છે. હવે વૈદિક સાહિત્યનો સમય નિશ્ચિત કરવા માટે કાંઈ જ ચોકકસ સાધન ન. હોવાથી પાશ્ચાત્ય અને પ્રાચ્ય પંડિતોમાં એ વિશે બહુ મતભેદ રહે છે. પાશ્ચાત્ય પંડિતેના બહુમતે અથર્વવેદ ઈ. સ. પૂર્વે ૧૦૦૦ ની આસપાસ રચાયો હશે અને શતપથબ્રાહ્મણ ઈ. સ. પૂર્વે ૮૦૦ થી ૬૦૦ સુધીમાં. સગત લેકમાન્ય તિલક જેવા ઋદને ઈ. સ. પૂર્વે ૪૦૦૦માં મૂકે છે (જુઓ “મૃગશીર્ષ'. “આર્યોને ઉત્તર ધ્રુવને નિવાસમાં તે એથીયે જૂના કાળમાં ખેંચી જાય છે.) . પણ એમને શતપથબ્રાહ્મણને ઈ. સ. પૂર્વે ૧૪૦૦ની આસપાસ મૂકવું પડે છે. પ્રાચીન બૌદ્ધ અને જૈન સાહિત્ય - સાથે ઓપનિષદ સાહિત્યને તથા એની ભૌગોલિક, સામાજિક વગેરે માહિતીને સરખાવતાં શતપથને ઈ. સ. પૂર્વે ૫૦૦ થી ૮૦૦થી બહુ દૂર ખેંચી જવું મુશ્કેલ છે. ગમે તેમ હે, પણ એટલું નિશ્ચિત છે કે અથર્વવેદ અને શતપથ પછી આયુર્વેદ શાસ્ત્ર તરીકે વિકાસ થયો છે. પણ શતપથમાં અસ્થિગણના કરનાર ઋષિ આત્રેયની અસ્થિગણનાની પદ્ધતિને જાણે છે એમ માનીએ તો ચરકસંહિતાના મૂળ
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy