SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ] આયુર્વેદના ઇતિહાસ સાગર સ્વ. પૂ. હરિપ્રપન્નજીનું નામ ચિરંજીવ રાખે એવા ગ્રન્થ છે. ૧ ભારતભૈષજ્યરત્નાકર—ઉપરના જેવા જ પણ જેના આરંભ પહેલાં થયેલા પશુ મોટા ભાગ રસયેાગસાગર પછી તૈયાર થયેલા તેવા આ ગ્રન્થ છે. પણ એમાં કેવળ રસયેાગાના નહિ, પણ કવાથ, ચૂ, ગુટિકા, તેલ, વગેરે સ` બનાવટાના ભાષા ટીકા સામે સ ંગ્રહ કરવામાં આવ્યા છે.૨ રસયેાગસાગરના આ ગ્રન્થના પછી તૈયાર થયેલા ભાગાને લાલ મળ્યા હોય એ સ્વાભાવિક જ છે. બ્રિટિશ અમલ સાથે આધુનિક વિજ્ઞાનને પણુ આ દેશમાં પ્રવેશ થતાં એની સહાયથી આપણી જૂની વિદ્યાએને નવું જીવન આપવાના પુષ્કળ પ્રયાસા થયા છે એ સામાન્ય હકીકત છે. આયુર્વેદની સાથે સંબંધવાળા એ પ્રકારના થોડા પ્રયાસાની, તે આયુર્વેદની વમાન સ્થિતિના પ્રકાશક તથા ભાવિના સૂચક હાવાથી, અહી અતિ ક્રૂકામાં પણ નોંધ કર્યાં વગર ચાલે નહિ, અંગાળાના કવિરાજ ગંગાધરજીની પહેલાં એ વર્ષે એટલે ઈ. સ. ૧૭૯૬ માં જન્મેલા જામનગરના પ્રશ્નોરા વૈદ્ય વિઠ્ઠલ ભટ્ટ જાતે કાઈ ગ્રન્થ લખ્યા નથી, પણ એમના શિષ્ય જૂનાગઢના પ્રશ્નોરા વૈદ્ય રૂગનાથ ઇન્દ્રજીએ નિધ ટુસંગ્રહ નામના જે ગ્રન્થ લખ્યા છે તેમાં આધુનિક વનસ્પતિશાસ્ત્રના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી આદિની મદદથી થોડે પણુ લાભ લેવામાં આવ્યે ૧. રસયેાગસાગર કર્તાએ જ ભાસ્કર ઔષધાલય, મુંબઈ ન, ૨ માંથી સ, ૧૯૮૪ અને ૧૯૮૭ માં બે ભાગમાં છપાવ્યા છે, ૨. ભારતભૈષજ્યરત્નાકર વૈદ્ય ગેાપીનાથ ગુપ્તની ભાષા ટીકા સાથે સ, ૧૯૮૧ થી ૧૯૯૩ વચ્ચે પાંચ ભાગમાં ઊંઝા આયુર્વેદિક ફાર્મસી તરફથી પ્રકાશિત થયા છે. ૩, આ વિઠ્ઠલ ભટ્ટ તથા એમની શિષ્યપરંપરાની નોંધ ગુજરાતનું વૈદ્યક સાહિત્ય' નિબંધમાં લીધી છે. ( જીએ વૈદ્યકલ્પતરુ, ૧૯૧૬) 6
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy