SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ] આયુર્વેદને ઈતિહાસ અધ્યયન કર્યા પછી ૨૧ વર્ષની ઉમરે ચિકિત્સા શરૂ કરી. એ વખતના તેઓ પ્રથમ પંક્તિના વિદ્ય ગણાતા હતા, એટલું જ નહિ, પણ સર્વશાસ્ત્રજ્ઞ ગણુતા હતા. આ કવિરાજ ગંગાધરજીએ વૈદ્યકેતર વિષ ઉપર પણ અનેક ગ્રન્થો લખ્યા છે અને વૈદ્યક વિષય ઉપર ઘણા ગ્રન્થ લખ્યા છે; પણ અહીં જે પ્રસ્તુત છે તે તે ચરક ઉપરની એમણે લખેલી પાંડિત્યપૂર્ણ જલ્પકલ્પતરુ ટીકા છે.' કવિરાજ ગંગાધરછ ૮૬ વર્ષની ઉમરે ઈ. સ. ૧૮૮૪માં સ્વર્ગવાસી થયા. કવિરાજ ગંગાધરના શિષ્ય અને પ્રશિષ્ય મોટા વિદ્વાન અને ભારતવિખ્યાત થયા છે. એમના એક શિષ્ય કવિરાજ હારાણચન્દ્ર ચક્રવતી૨ (ઈ. સ. ૧૮૪૯ થી ૧૯૩૫) પ્રખ્યાત વૈદ્ય થઈ ગયા. તેઓએ સુશ્રત ઉપર સુશ્રુતાર્થસંદીપન નામનું ભાષ્ય લખ્યું છે. કવિરાજ ગંગાધરજીના બીજા શિષ્ય મહામહોપાધ્યાય કવિરાજ દ્વારકાનાથ સેન (ઈ. સ. ૧૮૪૩ થી ઈ. સ. ૧૯૦૯), ૫ણ કલકત્તાના બહુ પ્રખ્યાત વૈદ્ય થઈ ગયા. એમના પુત્ર અને શિષ્ય કવિરાજ યોગીન્દ્રનાથ સેન વૈદ્યરન એમ. એ. (ઈ. સ. ૧૮૭૧ થી ૧૯૩૧ ) પણુ કલકત્તાના પ્રખ્યાત વૈદ્ય હતા અને નિ. ભા. વૈદ્યસંમેલનના બે વાર પ્રમુખ થયા હતા. એમણે ચરક ઉપર ચરકે પસ્કાર નામની ટીકા લખી છે. ૧. આ ટીકા બરહામારમાં ઈ. સ. ૧૮ડલ્માં પહેલી વાર છપાયેલ છે. ૨. હારાણચન્દ્ર ચક્રવતીનું ચરિત્ર રજત જયન્તી ચૈન્ય, દ્વિતીય ભાગ, પૃ. ૭૬ માં છપાયું છે. ૩. સુકૃતાર્થસંદીપનભાષ્ય શક ૧૮૨૭ માં કલકત્તામાં છપાયું છે, ૪. રજત જયન્તી ગ્રન્થના પૃ. ૪૮૪ ઉપર દ્વારકાનાથ સેનનું ચરિત્ર, છપાયું છે. ૫. એજન, પૃ. ૪૯૨ ઉપર ચરિત્ર છપાયું છે. ૬, ગ્રન્યકર્તાએ પિતે ઈ. સ. ૧૯૨૦ માં કલકત્તામાં છપાવેલ છે.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy